Book Title: Veer Pravachan
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board

View full book text
Previous | Next

Page 325
________________ વીર-પ્રવચન [ ૩૧૭ બંધને પણ સાધુ-સાધ્વી માટે નિયત કરાયેલા છે. પૂર્વવત તપકરણ ઉપરાંત આ દિન પછી પ્રાયઃ સાધુસાધ્વી ચાર માસ પર્યંત એક સ્થાને રહે છે. જીવરક્ષા નિમિત્તે સંથારે પણ પાટ પ્રમુખને આશ્રય લઈ કરે છે, શ્રાવક-શ્રાવિકાઓને મોટો સમૂહ પણ આ દિવસ પછી ઝાઝી. મુસાફરી કરવાનું કે વારંવાર ગ્રામાંતર કરવાનું ઉચિત ગણતો નથી. હાલમાં રેલ્વે(ગ્રેન)નું સાધન થવાથી અગાઉ માફક આ બંધન દ્રઢતાથી નથી પળાતું. ૧૫. દીપોત્સવી (આસો વદ ૦))). દીવાળી પર્વનું મહત્ત્વ એ તે જગપ્રસિદ્ધ જ છે. ધમાં પુરુષો માટે આસો વદ ૧૪-૩૦ ને છઠ્ઠ તપ કરવાને હોય છે. આમ છતાં મેટે ભાગ આ દિનને આનંદને દિવસ ગણી, સુંદર વસ્ત્રાભૂષણમાં સજજ થઈ દેવદર્શન, પૂજા, પ્રભાવના ને મિષ્ટાન્ન જમણમાં વ્યતીત કરે છે. આ દિવસે છેલ્લા તીર્થકર શ્રી મહાવીરદેવ પાછલી રાત્રે મોક્ષપદને પામ્યા. આમ, આ નિર્વાણ કલ્યાણક તે એક રીતે દુઃખકર પ્રસંગ ગણાય છતાં પ્રભુ તે સર્વથી (કર્મો અને જગત ) મુકાયા, સાદિ અનંતકાળ સુધી ટકી. રહેનાર અનંત સુખના ભોગી બન્યા એ આનંદને પ્રસંગ પણ ખરે જ, માટે એની ઉજવણીમાં એ ભાવનાનું પ્રાબલ્ય દષ્ટિગોચર થાય છે. ઘરમાં દિવા પ્રગટાવાય છે, કારણ કે ભાવ ઉદ્યોત વા દીપકરૂપ પ્રભુ તે આપણી વચ્ચેથી સિધાવી ગયા એટલે કેએ જનતાએ-ભકતાએ દ્રવ્યદીપ પ્રગટાવી એ પ્રસંગની યાદગીરી ચાલુ રાખી. વળી સંવત્સરને છેલ્લે દિન પણ એ જ એટલે વહીપૂજન માહામ્ય પણ એની સાથે જોડાયું. આમ આપણે અકેક દિવસના પર્વની વાત વિચારી ગયા. હવે એક કરતાં વધુ દિવસોવાળા થેડા પર્વે સંબંધી થોડુંક જોઈ લઈએ. ૧૬. પર્યુષણ પર્વ–આ જૈન ધર્મના પર્વેમાં મુખ્ય પર્વ ગણાય છે. એનું માહાભ્ય પણ સવિશેષ છે. એની સરખામણી કલ્પવૃક્ષ અને શત્રુંજય સહ કરાય છે, તેથી પર્વાધિરાજ નામ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336