________________
વીર–પ્રવચન
[ ૨૯૧
૧ અષ્ટાપદજી" આ તીર્થ હાલ દષ્ટિગોચર થતું નથી. છતાં ગણત્રી મુજબ અયોધ્યાની સમીપમાં હોવું જોઈએ. એની સ્થાપના ભરતચક્રીએ પ્રભુ શ્રી. ઋષભદેવના નિર્વાણ પછી કરી હતી. એ ટેકરી કે ડુંગરપર આઠ મોટા પગથીઆ ચઢયા બાદ જવાતું તેથી એનું નામ અષ્ટાપદજી પડયું. ત્યાં શેભાયમાન મનહર ચાર ધારવાળા સિહનિષદ્યા નામના પ્રાસાદમાં બે, ચાર, આઠ અને દશ બિબોની અનુક્રમે ચાર દિશાના ચાર ધારે સામે સ્થાપના કરવામાં આવી હતી. એ બિંબ પણ અમૂલ્ય રત્નોના ભરાવેલાં ને એવી રીતે વિરાજમાન કરેલાં કે ચોવીશ જિનના દેહ પ્રમાણમાં જે ભિન્નતા છે તે જાળવીને પણ શિરોભાગ સર્વને સમકક્ષામાં આવે. શ્રી અષ્ટાપદ તીર્થનું આ સામાન્ય સ્વરૂપ સમજવું. એના પર સ્વબળે જનાર અવશ્ય તદ્દભવ મેક્ષગામી આત્મા જ હેય. આવા અનુપમ તીર્થનું મહાસ્ય જળવાઈ રહે અને ભાવિકાળમાં આશાતનાને યોગ ન સાંપડે એ ભાવનાથી પ્રેરાઈ ભરત રાજની પરંપરામાં કેટલાક કાળે થયેલા સગર ચક્રીના જન્દુકુમારાદિ સાઠ હજાર પુત્રોએ દંડ રત્નવડે તેની ચારે બાજુ મોટી ખાઈ બેદી અને ગંગાને પ્રવાહ એમાં વાળી જળથી તેને આકંઠ ભરી દીધી. ત્યારથી સામાન્ય જનતા માટે એ તીર્થ અદશ્ય થયું, અથવા તો બહુલકમ છવો હોવાથી અદશ્ય થયું. ૨ શત્રુજય - આ તીર્થ શાશ્વતું એટલા માટે ગણાય છે કે તે ભૂતકાળ હતું, વર્તમાનમાં વિદ્યમાન છે અને આગામી કાળે તેનું અસ્તિત્વ કાયમ રહેવાનું છે. જો કે સર્પિણીના આરાના પ્રમાણમાં તેની ઉંચાઈ વગેરેમાં વધ ઘટ થતી જ રહે છે તેમજ એનાં નામે પણ જુદાં જુદાં નિમિત્તથી ઘણાં (૧૦૮) ગણાય છે, છતાં દ્રવ્યથી તેની શાશ્વતતા જળવાઈ રહી છે. સર્વ નામમાં શત્રુંજય નામ સુપ્રસિદ્ધ છે. તે કાઠિયાવાડમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com