________________
૨૪૮
વીર-પ્રવચન
છે તેવી દશા થાય છે. “માખીઓએ મધ કીધું; ન ખાધું ન ખાવા દીધું; લૂંટનારે લૂંટી લીધુ.” એટલે કે ધનની ત્રણદશા નિર્માયલી છે. (૧) દાન (૨) ભોગ (૩) નાશ. દાન દેવાથી ઉભય ભવમાં લાભ છે, ભોગમાં વ્યય કરવાથી આ ભવ પૂરતું સુખ છે અને જે કંજુસપણાથી આ બે પ્રકારમાંથી એકનું પણ અનુકરણ નથી કરતો તેની લક્ષ્મી યેનકેણ પ્રકારેણ નષ્ટ થઈ જાય છે. કેમકે તે ચંચળ સ્વભાવી છે. દાન દેવાની વૃત્તિ હંમેશ માટે જરૂરી છે. દાનના પાંચ પ્રકાર છે. (૧) અભયદાન. (૨) સુપાત્રદાન. (૩) અનુકંપાદન, (૪) ઉચિત દાન. (૫) કીર્તિદાન. પ્રથમના તણું આત્મકલ્યાણમાં સારો ભાગ ભજવે છે. અભયદાન સર્વેકૃષ્ટ છે. વિશ્વના સકળ જીવો ને આ ભવ પરભવના જ્ય રહિત બનાવવા જેવું બીજુ કઈ મેટું કાર્ય નથી. શ્રાવકની શક્તિ એટલી હદે ન હોઈ શકે; છતાં સ્વશક્તિ પ્રમાણે રિબાતા પીડાતા જીવોને જીવિતદાન આપવું. દયાની બુદ્ધિથી મનુષ્યોને કોઈ પણ જાતને ભેદ રાખ્યા વિના હાય કરવી અને દુઃખીના દુઃખ ઓછા કરવા એ અનુકંપાદાન. સાધુ પુરૂષોને વસ્ત્રપાત્રાદિ, આહાર,
ઔષધિ પ્રમુખ દેવું તે સુપાત્રદાન. સ્વધર્મી બંધુને અણીવેળા મદદ દેવી, રાંડરાંડ બહેન કે કુટુંબના અન્ય સ્વજનને પોષવા એ ઉચિત દાન અને સમાજોપયોગી કાર્યોમાં કિવા દેશકલ્યાણના કાર્યોમાં નાણું આપવાં એ કીર્તિદન, આમ સામાન્યતઃ વ્યાખ્યા કરી શકાય. બાકી ઝીણવટથી જોઈએ તે ભૂખ્યાને ભેજન, તરસ્યાને પાણી, આજારીને દવા અભણને જ્ઞાન, કંગાળને વસ્ત્ર, તપેલાને વિશ્રાન્તિ, અપંગને જોઈતી મદદ દેવી ઇત્યાદિ ઘણું ઘણા પ્રકારે વિશાળ લક્ષ્મીની અપેક્ષા વિના માત્ર પોપકાર બુદ્ધિવડે દાન ધર્મનું પાલન કરી શકાય છે. જરૂર માત્ર એ સબંધી સમજની અને આત્મભાવની વિશાળતાની છે, સ્વાર્થની સિદ્ધિ તે કીટકથી કુંજર સુધીના સર્વના સર્વ નાના મોટા છો કરે છે; એમાં કંઈ વિશિષ્ટતા નથી. પરમાર્થવૃત્તિજ પ્રશંસનીય છે. એને સમાવેશ અભયદાનમાં થતું હોવાથી જૂદે ભેદ પાડ્યો નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com