________________
વીર-પ્રવચન
[ ૨૫૯
લેટ-સુખડી પ્રમુખ અને વાપરવામાં આવતી વનસ્પતિ વિગેરે પર ધ્યાન દેવું. દયાનું પાલન તે નાની મોટી સંખ્યાબંધ ચીજોના ઉપયોગ પૂર્વક વપરાશમાં તેમજ પોતાના આચરણથી સામાના આત્માને જરા પણ ન દુભવવામાં સમાયું છે. હિંસાના ત્રણ પ્રકાર (૧) સ્વરૂપ હિંસા એટલે બાહ્યથી હિંસા દેખાય પણ અંતરથી યાને ખરી રીતે હિંસા નહીં. (૨) હેતુ હિંસા એટલે કૃમી આદિના કારણથી કરવી પડે તે. (૩) અનુબંધ હિંસા એટલે કલુષિત પરિણામને વશ થઈ કરાતી હિંસા. તેમજ દ્રવ્ય દયાને ભાવ દયા આદિ દયાના આઠ પ્રકાર બરાબર સમજવાની જરૂર છે કે જેથી પહેલા વ્રતનું પાલન સરળતાથી કરી શકાય. પાંચ અતિચાર ૧ વધ–ક્રોધ કરીને ગાય, ઘેડ પ્રમુખને નિર્દયતાથી મારવા તે. ૨ બંધ–ગાય, બળદ, વાછરડા પ્રમુખ જીવોને ગાઢ બંધનથી બાંધવા તે. ૩ વિચ્છેદ–બળદ પ્રમુખના કાન છેદાવવા, નાથ ઘાલવી, ખાસી કરવી, ઈ, છેદનકાર્ય. ૪ અતિભારઆરે પણ–બળદ પ્રમુખ ઉપર ગજા ઉપરાંત વધારે ભાર ભર તે. ૫ ભાત પાણિ વિચ્છેદ-બળદ, ગાય, પ્રમુખને જ અપાતું હોય તેના કરતાં ઓછું ખાણું આપવું યા તે આપતાં વિલંબ કરવો તે. જો કે અતિચારનું સેવન કરવાથી વ્રત ભંગ નથી થતું; પણ એથી આત્મિક પરિણામની કલુષિતતા અવશ્ય પુરવાર થાય છે એટલે ખરી રીતે વ્રતધારી આત્માઓએ એને ત્યાગ જ કરવાનો છે.
૨. ધૂળ મૃષાવાદ વિરમણ વ્રત એટલે પાંચ મોટા અસત્યને ત્યાગ. જગતમાં જે જૂઠ બોલવાથી અપકીર્તિ થાય તથા અપ્રમાણિક્તા ગણાય તેવાં નીચે દર્શાવેલા મોટા અસત્ય અને તેવા બીજા ન બેલવા. (૧) કન્યાલીક-કન્યા સંબંધી વય-રૂપ–અભ્યાસ સંબંધી ન્યુનાધિક કહેવું અને એ પ્રમાણે સર્વ જાતના બે પગ વાલા જેવો સંબંધી સમજવું. (૨) ગવાલીક ગાય, ભેંસ, બળદ, ઉંટ આદિ ચેપગા જાનવરમાં દૂષણ હોય તો તેને અ૫લાપ કરવા તેમજ તેની ઉમ્મર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com