________________
૨૭૪
વીર-પ્રવચન
-
કાલાતિક્રમ–વહેરાવવાને સમય વીત્યા પછી દાન દેવાને આગ્રહ કરવો યા તેડવા જેવું. આ પાંચ અતિચાર ટાળીને સાધુ મહારાજ કિંવા સાધ્વીજને દાન આપવું.
પ્રત્યેક જૈન ચાહે તે શ્રાવક કિવા શ્રાવિકા કેઈપણ હે; અવઆ તેને વ્રત ગ્રહણ કરવાની જરૂર છે. આ બાર વ્રત ઘણું ભાંગાથી (છુટે રાખી) લેવાય છે.
બાર શ્રત ધારીને હિતશિક્ષા-શ્રાવકના, બારવ્રત અંગીકાર કરવા એ સામાન્ય બાબત નથી જ. પૂર્વના પુદય વિના એ બની આવતું નથી. પરંતુ લેનારે લેવા માત્રથી પાર ઉતરી ગયા તેમ માનવાનું નથી, એનું નિરતિચારપણે પાલન કરવા સતત ઉદ્યમી રહેવાનું છે. પાલવામાં પ્રમાદી થનાર, વા તેમાં અતિચાર લગાડનાર અથવાતે વારવાર તેને નહી સંભારનાર અગર તે લાગેલ દેષ માટે આયણ (પ્રાયશ્ચિત) નહીં લેનાર જરૂર યેતાના આત્માને ભારી બનાવે છે, તેથી શક્તિઅનસાર વ્રત લેવાના છે. બધા ન લઈ શકાય તે એક બે ત્રણ યાવત અગીયાર સુધી લેવાય છે પણ પાળવામાં અવશ્ય શુરવીરતા દાખવવાની છે. વ્રતધારી કહેવડાવી એવું આચરણ ન કરવું કે જેથી નામ હાંસીપાત્ર થાય.
બાર વ્રતમાં મોટા જુઠ્ઠાને ત્યાગ કર્યો હોય છતાં પ્રત્યેક અસત્ય નજ બલવું. નાના જુઠ્ઠાની છુટ ને સમજવી. હિંસા ત્રસછવની તજ્યા છતાં નિષ્કારણ સ્થાવર જીવની વિરાધના ન કરવી ઘટે. તેવીજ રીતે નાની ચોરી ન કરવી; તેમ અપ્રમાણિક ન બનવું, બેલેલું વચન પાળવું. પરસ્ત્રી સામું વિકાર દ્રષ્ટિ જેવું નહીં. સ્વદાર સતેષની છુટ છતાં એમાં પણ ત્યાગ કેળવો. પરિગ્રહ સંખ્યા મોટી હોય તે પણ ક્રમશ: એમાં ન્યુનતા કરવી, એટલી રકમની પૂતિ અર્થે મોટા આરંભ સમારંભમાં ન પ્રવર્તવું, શ્રાવક યોગ્ય વ્યાપાર કરે; ન્યાયપ્રાપ્ત લક્ષ્મીથી સંતોષ માનવો, ભાગ્ય ગે લક્ષ્મી ધારણાથી વધે તે શુભ માગે ખરચી નાંખવી. આ પ્રમાણે બાકીના તો સંબંધી શિક્ષા સ્વયમેવ અવધારવી. તાત્પર્ય યાદ રાખવું કે આત્મા કેમ પ્રગતિના પંથે પળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com