________________
૨૬૬ ]
વીર-પ્રવચન
યંત્રપલણ કર્મ–મીલ, જીન, ઘંટી, સંચા ચલાવવા-વેચવારૂપ વ્યવસાય. (૧૨) નિછન કર્મ–ડ, બળદ પ્રમુખ જાનવરોને ખસી કરાવવી. (૧૩) વદાન–વનમાં તથા ક્ષેત્રમાં અગ્નિ મુક. (૧૪) સરહ શેષણકર્મ–તળાવ, સરોવર, કુવા, પ્રમુખનું જળ શેષાવવું. અતીષણ-રમત પ્રમુખ કાર્યો માટે પિપટ, મેના, કુતરા, બિલાડા રાખવા, કુટ્ટણખાના ચલાવવા ઈત્યાદિ કાર્ય. અને બીજા પણ પાપના ધંધા સમજી લેવા. કદાચ સહજ પ્રશ્ન થશે કે જ્યારે શ્રાવકોએ ઉપરોક્ત વેપાર ન કરવા ત્યારે કરવું શું? નેકરીજ ક્યાં કરવી? કોઈપણ જાતના સાહસ ખેડવાજ નહિં ? ઉત્તર આપતાં કહેવું પડે કે ના. માત્ર નેકરીયાત જીવન ગાળવાનું કે કિંકર્તવ્યમુઢપણું ધારવાનું શાસ્ત્રોથી કેમ કહેવાય. ઉપરના કર્માદાન વર્ણન માટે તે સમજવાનું એટલું જ છે કે અવશ્ય એમાં દષાપત્તિ વધારે છે. જે ધંધાઓ નિર્દોષ વા અલ્પષી હોય તે તરફ શ્રાવકે વધુ લક્ષ્ય આપવું અને ઉપરનાનું સેવન કરવું જ પડતું હોય તે ઉપયોગ જાગ્રત રાખી, જયણાપૂર્વક કાર્ય કરવું કે જેથી દેશનું બંધન અલ્પ થાય. જેટલે અંશે જીવવધન નિમિત્તે ઓછા સેવાય તેટલે અંશે કર્મ બંધ ઓછો સમજો. વળી પરિણામ પર કર્મની તીવ્રતા–મંદતાને આધાર છે તેથી એ સબંધમાં સંપૂર્ણ લક્ષ આપવું. આનંદાદિ શ્રાવકેએ ખેતી પ્રમુખના વ્યવસાય સેવેલા છતાં મુખ્ય શ્રાવકેમાં ગણના થાય છે એ વાત પણ ઉપરના સ્પષ્ટિકરણથી સમજાય તેમ છે. શ્રાવકેએ તજવા જોઈતા બાવીશ અભક્ષ્યોને પણ આમાંજ સમાવેશ થાય છે. બાવીશ અભક્ષ્ય
૧ વડના પીપુ (ટેટા), ૨ પીપળાના પીપુ, ૩ પીપળના પીપુ, જ કઠુંબરના પીપુ, ૫ ઉંબરાના પીપુ. આ પાંચે વૃક્ષોના ફળ ત્રસ જીવથી વ્યાપ્ત હાઈ અભક્ષ્ય છે. ૬ મધ, ૭ માખણ, ૮ મદિરા, ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com