________________
વીર-પ્રવચન
[ ૨૬૩
નોને ખપ પુરતા ઉપયોગમાં લેવા પણ રાચીમાચીને નહિ માત્ર ન છુટકે. એ અર્થે યહેલું છે કે
સમકિતવંતી છવડો, કરે કુટુંબ જંજાળ.
અંતરથી ન્યારો રહે, ધાવ ખીલાવત બાળ. આ વ્રતમાં નીચે પ્રમાણે નિયમ લેવાના છે. ચોવીસ પ્રકારના ધાન્ય છે. તે વર્ષમાં અમુક મણ ખપે. ક્ષેત્રમાં અમુક સંખ્યાના ખેતર અગર તો અમૂક બાગ કે વાડીઓ અથવા તે અમુક વિવા જમીનની છુટ. વાસ્તુમાં અમુક સંખ્યાના હાટ-ઘરબાર, હવેલી પ્રમુખની છુટ. સોના ચાંદીના ઘરેણુની સંખ્યા તથા વજનનું માપ કરી લેવું. ત્રાંબા પિત્તળના વાસણ કુસણનું પણ ઉપરોક્ત રીતે પરિ. માણુ કરવું. વળી રાખવાના દાસ-દાસી–ગુમાસ્તા વિ. દ્વિપદનું તેમજ ગાય ભેંસ ઘોડા આદિ ચતુષ્પદનું સંખ્યા પ્રમાણુ નિયત કરવું. અથવાત એક દર સ્થાવર મિલ્કત અમૂક રૂપીની અને જંગમ મિલ્કત અમૂક રૂપિઆની રાખવી, અને તે ઉપરાંત વૃદ્ધિ થતાં શુભ માગે વાવરી નાંખવાનો નિયમ લે. આ વ્રતથી જગતભરના આરંભ સમારંભમાંથી વૃત્તિઓને ખેંચી લઈ મર્યાદિત ક્ષેત્રમાં બાંધી દેવાની છે એથી એ પર જય મેળવવાનું સુગમ પડે છે અને એમાં પણ ક્રમશઃ ન્યૂનત કરતાં ત્યાગની ઉચ્ચ ભૂમિકા એ પહોંચી જવાય છે. વળી લાભ સાથે લેભ ધરથીજ જોડાએલે છેએટલે લાભ થતાંજ કેમ વિશેષ પ્રકારે એ તે રહે એવા લેભના પરિણામે ઉપજતાં વાર લાગતી નથી પણ ઉપરોક્ત પ્રકારના નિયમથી એ પર કાપ પડે છે અને લેભ પર જય મેળવે એ સર્વ પાપ પર જયે મેળવવા તુલ્ય છે. સર્વ પાપનું મુળ લેભ જ છે, વળી આ પરિગ્રહનું બાહ્ય સ્વરૂપ છે; જ્યાં બહારના પરિગ્રહ પર અંકુશ મેલી એને ક્ષય કરવાનું આટલા જોરથી કહેવામાં આવે ત્યાં કષાય વિષય-રૂપ આંતરિક પરિગ્રહને વિજય વરવાને હેય જ એમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com