________________
વીર-પ્રવચન
[૨૫૩.
નાર. (૧૭) વિનીત—વિનય ગુણ ધારક. (૧૮) કૃતજ્ઞ=કરેલા ઉપકારને વિસારે નહિં તે. (૧૯) સત્યકથી=સત્ય ભાષી–સાચું વદનાર. (૨૦) પરહિતાલંકારી=પરોપકાર કરવામાં રત યા તત્પર. (૨૧) લબ્ધ લક્ષ્ય યાને દ્રષ્ટિબિન્દુ અથવા destination બરાબર સમજી તે પર - સાવચેત રહેનાર
ઉપરોક્ત એકવીસ ગુણનું સામાન્ય વર્ણન કરતાં એટલું તે સહજ સમજાય તેમ છે કે એમાં અને આગળના પાંત્રીશ ગુણમાં ઘણું ખરું સામ્ય છે. વાત પણ એમજ છે કે પ્રથમનાનું વલણ વ્યવહારિક દ્રષ્ટિબિન્દુથી સવિશેષ છે જ્યારે પાછળના ગુણમાં આ ત્મિક લાભાલાભને તેલ ઠીક ઠીક થયો છે. એના પાલનથી આત્મા કેવી ઉચ્ચ દશા પ્રાપ્ત કરે છે એ અનુભવથી જ સમજાય તેમ છે. એ ઉપરાંત જનતા સાથે–રાષ્ટ્રની પ્રવૃત્તિઓ સાથે–અને વેપારી સમાજ સાથે એનું વર્તન કેવા ઉંમદા પ્રકારનું દેવું ઘટે તેને પણ સારી રીતે ભાસ થઈ શકે છે. એ ગુણો જ દેખાડી આપે છે કે ગ્રહસ્થ યા શ્રાવક તરિકેનું સાચું જીવન જીવનાર દુન્યવી પ્રવૃત્તિઓથી સાવ પરમુખ નથી રહી શકતો. સદ્દબુદ્ધિથી એ એમાં મજજન કરે છે અને તાગ પામ્યા પછી જ એ એમાં શોભાસ્પદ સ્થાને અલંકાર તરીકે પ્રકાશી રહે છે. સંસારસ્થ આત્મા એનાથી ભાગી જઈ શક્તિ નથી. ભાગી જવાની વૃત્તિ સાથે જૈનત્વને મેળજ નથી.
ઉપરોક્ત ગુણના સેવન પછી ક્રમશઃ જીવન ઉન્નત્ત થતું જાય છે. મન ખંડનાત્મક પ્રવૃત્તિમાંથી નિવતી તત્વાભિમુખ થાય છે. એ સમયે નીચેની ચાર ભાવનાઓ અહર્નિશ હૃદયમાં રમણ કરતી રાખ-- વાથી કષાયવૃત્તિઓ પાતળી પડતાં વાર લાગતી નથી.
સમસ્ત બ્રહ્માંડના છ સાથે મૈત્રીભાવ યાને બંધુત્વપણું, ગુણવાન તરફ બહુમાન, દુ:ખ દારિદ્રતાથી પીડાતા પર કૃપા યાને દયાના પરિણામ, અને દોષમય પ્રવૃત્તિમાં પડેલા–રક્ત બનેલા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com