________________
વીર-પ્રવચન
૨૪૯
કારણકે જીવને મૃત્યુથી છેડાવવો એ આભવ પુરતુંજ અને અલ્પકાળ સુધીનું છે જ્યારે એણે જ્ઞાન આપી આત્માના મૂળ ગુણાનું ભાન કરાવવું એ ભવેાભવના મરણમાંથી ઉગારવા તુલ્ય છે. આથી ફલિત થાય છે કે જ્ઞાન આપવાના પ્રત્યેક કાડૅમાં અપાતું દાન અમાપ ફળદાયી છે. દાન દેતી વેળા ભાવનાત્રેણિ વૃદ્ધિ પામે તેવી વિચારણા ચાલુ રાખવી. તેના નિમ્નલિખિત લક્ષણા છે—આનદના આંસુ આવે, શરીરે રામાંચ થાય, દાન દેતાં બહુ માનપૂર્વક દેવાની વૃત્તિ સભવે. આપતાં મુખથી ભાષા પણ પ્રિય નિકળે; અને દાન ધર્માંની અનુમેદના થતી રહે. એથી ઉલટું જો દેતાં અનાદર, વિલબ, ચહેરાની વિમુખતા, અપ્રિય વચનનું નિકળવું અને પશ્ચાત્તાપ થાય તા સમજી રાખવું કે એ પાંચ મેટા દૂષણા છે તે દાનાંતરાય કમ સામે છે. દાનના મહાત્મ્ય સંબંધી ઘણુ ધણું શાસ્ત્રોમાં કહેવાયેલું છે. એના વનનું આ સ્થળ નજ ગણાય. છેલ્લી એટલીજ સુચના કરી લેવાની કે શ્રાવકે પ્રતિદિવસ દાનવૃત્તિને સતેજ રાખ્યા કરવી, ગ્રહસ્થજીવનનું એ અણુમુળુ આભૂષણ છે. શ્રધ્ધાચિત ગુણામાં એ અગ્રસ્થાને છે. અપેક્ષાથી કેટલીક બાબતામાં તે। નારીનું મહત્વ નરથી પણ વધી જાય છે. એનું જીવન દાસીરૂપ માનનાર જૈન ધર્મી નથી. પુરૂષના સખા અગર તેા સહકારી યાને Compauion તરિકેના દરો પ્રભુશ્રીના આગમમાં છે, ઉભયનું આત્મિક દ્રષ્ટિયે સરખાપણુ હાવાથી આત્મકલ્યાણની પ્રત્યેક વસ્તુએ જેમ નરને તેમ રિતે લાગુ પડે છે. શ્રાવક ધર્મનું સ્વરૂપ દેખાડતાં શ્રાવિકા ધર્મ સ્વરૂપ એ તેમાંજ આવીજ જાય છે એમ સમજી લઈ શ્રાવિકાઓએ પણ છે ક`ન્ય પાળવા.
માર્ગાનુસારીના પાંત્રીસ ગુણુ.
૧ ન્યાય સંપન્ન વિભવ—ન્યાયથી ધન મેળવવું; પણ સ્વામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com