________________
રર૪ ]
વીર-પ્રવચન
છે. જેવી રીતે દિશાબ્રમવાળો મનુષ્ય પૂર્વને પશ્ચિમ માનીને ગતિ કરે અને ઈષ્ટ સ્થાને નથી પહોંચતા તેવી રીતે પ્રથમ ભૂમિકાવાળા આત્મા પરરૂપને સ્વરૂપ સમજી તેને જ પ્રાપ્ત કરવા માટે દર ક્ષણે ઉત્સુક રહે છે અને વિપરીત દર્શન અથવા મિથ્યાદ્રષ્ટિના કારણભૂત રાગદ્વેષના પ્રબળ આઘાતનું પાત્ર બનીને તાત્ત્વિક સુખથી વંચિત રહે છે. એજ ભૂમિકાને જૈનશાસ્ત્રમાં બહિરાત્મભાવ અથવા મિથાદર્શન કર્યું છે. એ ભૂમિકામાં જેટલા આત્મા વર્તમાન હોય છે તે બધાની આધ્યાત્મિક સ્થિતિ એક પ્રકારની નથી હોતી. અર્થાત બધાની ઉપર સમાન રીતે મેહની બન્ને શક્તિઓનું આધિપત્ય હોવા છતાં પણ તેમાં થોડે ઘણે તરતમભાવ અવશ્ય હોય છે. મેહને પ્રભાવ કોઈ ઉપર ગાઢતમ તે કાઈ ઉપર ગાઢતર અને કઈ ઉપર તેનાથી પણ ઓછા હોય છે.
વિકાસ કરે એ પ્રાયઃ આત્માને સ્વભાવ છે, તેથી જ્યારે પણ મોહને પ્રભાવ ઓછો થવા માંડે છે ત્યારે તે આત્મા કાંઈક વિકાસની તરફ આગળ વધવા માંડે છે, અને તીવ્રતમ રાગદ્વેષને કાંઈક મંદ કરતે છતે મોહની પ્રથમ શક્તિને છિન્નભિન્ન કરવા યોગ્ય આત્મબળ મેળવી લે છે. એનું નામ ગ્રંથિભેદ. ગ્રંથિભેદ. કરવો બહુ વિષમ છે, રાગદ્વેષનું તીવ્રતમ વિષ (ગ્રંથિ) જે એકવાર શિથિલ કે છિન્નભિન્ન થઈ જાય તે પછી સમજો કે બેડે પારજ; કારણકે થિભેદ થયા પછી મેહની પ્રધાન શક્તિ (દર્શનમેહ) ને નબળી પડવામાં વાર લાગતી નથી અને એકવાર દર્શનમહ શિથિલ થયો કે ચારિત્રમેહની શિથિલતાને માર્ગ સ્વાભાવિક રીતે જ ખુલ્લા થવા લાગે છે. એક તરફ રાગદ્વેષ પિતાના પૂર્ણ બળને પ્રયત્ન કરે છે; બીજી બાજુ વિકાસાભિમુખ આત્મા પણ તેના (દર્શન મહાક્લિા) પ્રભાવને ઘટાડવા માટે પિતાના વીર્ય (બળ) ને પ્રયોગ કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com