________________
૨૨૮ ]
વીર-પ્રવચન
દૃષ્ટિ અથવા સમ્યક્ત્વ કહેલ છે, ચેાથી પછીની બધી ભૂમિકાએ સમ્યદ્રષ્ટિવાળીજ સમજવી; કારણ કે તેમાં વિકાસ તથા દ્રષ્ટિની શુદ્ધિ ઉત્તરાત્તર વધતીજ જાય છે. ચેાથા ગુણસ્થાનમાં સ્વરૂપનું દર્શન થવાથી આત્માને અપૂર્ણાં શાંતિ મળે છે; અને તેને વિશ્વાસ આવે છે કે હવે મારા સાધ્ય વિષયક ભ્રમ દૂર થયા; અથાત્તે સમજે છે કે અત્યારસુધી હું જે પૌલિક અને ખાદ્યસુખ માટે તલસી રહ્યો હતા તે સુખ પરિણામે નીરસ, અસ્થિર અને તેથીજ પરિમિત છે. સુંદર, સ્થિર તથા અપરિમિત સુખ તે સ્વરૂપની પ્રાપ્તિમાં જ છે, તેથી તે વિકાસગામી આત્મા સ્વરૂપસ્થિતિ માટે પ્રયત્ન કરવા માંડે છે.
મેહની પ્રધાનશક્તિ ( દર્શનમેહ) તે શિથિલ કરીને સ્વરૂપદર્શન કરી લીધા પછી પણ જ્યાંસુધી તેની બીજી શક્તિ ( ચારિત્રમેહ ) તે શિથિલ કરી ન શકાય ત્યાંસુધી સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થતી નથી. બીજી શક્તિને મદ કરવા પ્રયાસ કરે છે અને લેશ માત્ર શિથિલ કરે છે ત્યારે તેની વિશેષ ઉત્ક્રાંતિ થઈ જાય છે. એમાં અશમાત્ર પરપરિણતિને ત્યાગ હાવાથી ચાથી ભૂમિકા કરતાં વધારે શાંતિ સાંપડે છે એનુ નામ દેશિવરતિનામા પંચમ ગુણસ્થાન છે. પાંચમા ગુણસ્થાનમાં વિકાસગામી આત્માને એમ વિચાર થવા લાગે છે કે જો અલ્પ ત્યાગથી જ આટલી અધિક શાંતિ મળી તેા પછી સ` વિરતિ અર્થાત્ જડભાવાના સથા ત્યાગથી કેટલી વધારે શાંતિ મળે ? એ વિચારથી પ્રેરાઇ તેમજ પ્રાપ્ત થએલ આધ્યાત્મિક શાંતિના અનુભવથી બળવાન થત તે વિકાસગામી આત્મા ચારિત્ર મેાહને વધારે શિથિલ કરી પહેલાં કરતાં પણ વિશેષ સ્વરૂપ સ્થિરતા મેળવવાના પ્રયત્ન કરે છે. એમાં સફળ થતાંજ તેને સર્વ વિરતિ સંયમ પ્રાપ્ત થાય છે. પૌદગલિક લાવા ઉપર મૂર્છા બિલકુલ રહેતી નથી અને તેના બધા વખત સ્વરૂપને પ્રકટ કરવાના કામમાં જ વ્યતીત થાય છે. એ સર્વવિરતિ નામનુ હું ગુણુસ્થાન છે. તેમાં આત્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com