________________
૨૨૬ ]
વીર-~વચન
સબંધ સવીર્ય અને સચ્ચારિત્રના તરતમ ભાવ ઉપરથી સદ્દષ્ટિના પણ ચાર વિભાગ કરવામાં આવ્યા છે. જેમાં મિથાદષ્ટિ ત્યજીને કે મેહની ઉક્ત એક યા બન્ને શક્તિઓને છતી આગળ વધેલા સર્વ વિકસિત આત્માઓને સમાવેશ થઈ જાય છે. એ જ વસ્તુ ટૂંકમાં બીજી રીતે એમ પણ સમજાવી શકાય કે જેમાં આત્માના
સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય અને તેની પ્રાપ્તિ માટે મુખ્યપણે પ્રવૃત્તિ થતી હોય તે સદષ્ટિ. તેથી ઉલટું એટલે જેમાં આત્માનું સ્વરૂપ ન તે યથાર્થ રીતે જણાયું હોય અને ન તો તેની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિ થતી હોય તે અસત્ દષ્ટિ. શાસ્ત્રમાં બોધ, વીર્ય અને ચારિત્રના તરતમભાવને લક્ષ્યમાં રાખીને બન્ને દ્રષ્ટિના ચાર ચાર વિભાગ કરવામાં આવ્યા છે. જેમાં સર્વ વિકાસશીલ આત્માઓને સમાવેશ થઈ જાય છે. એ આઠ દ્રષ્ટિનું વર્ણન વાંચતાં જ આધ્યાત્મિક વિકાસનું સ્વરૂપ આંખ સામે ખડું થાય છે.
શારીરિક અને માનસિક દુઃખોની સંવેદનાને લીધે અજાણપણે જ ગિરિ-નદી–પાષાણ ન્યાયથી જ્યારે આત્મા ઉપરનું કવરણ કાંઈક શિથિલ થાય છે અને તેને લીધે તેના અનુભવ તથા વિલાસની માત્રા કાંઈક વધે છે, ત્યારે તે વિકાસગામી આત્માના પરિણામેની શુદ્ધિ અને કમળતા કાંઈક વધે છે, જેને લીધે તે રાગદ્વેષની તીવતમ અર્થાત્ દુર્ભેદ ગ્રંથિને તેડવાની યોગ્યતા ઘણે અંશે પ્રાપ્ત કરી લે છે. એ અણસમજ્યા દુઃખના અનુભવથી ઉત્પન્ન થએલ અતિ અલ્પ આત્મશુદ્ધિને જૈન શાસ્ત્રમાં યથાપ્રવૃતિકરણ કહેવામાં આવ્યું છે. ત્યારબાદ વળી જ્યારે આત્મશુદ્ધિ તથા વીર્યોલસની માત્રા થેડી વધે છે ત્યારે રાગદ્વેષની દુર્ભેદ ગ્રંથિનું ભેદન કરી શકાય છે. એ ગ્રંથિભેદ કરનાર આત્મશુદ્ધિને “અપૂર્વકરણ કહેવામાં આવે છે, કારણકે એવું કરણ અર્થાત પરિણામ વિકાસગામી આત્માને અપૂર્વ અર્થાત પ્રથમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com