________________
વીર–પ્રવચન
[ ૨૨૭
- -
- -
-
-
--
જ પ્રાપ્ત થયેલ હોય છે. તેના પછી આત્મશુદ્ધિ તથા વિલાસનું પ્રમાણુ કાંઈક વધે છે ત્યારે આત્મા મેહની પ્રધાનશક્તિ અર્થાત્ દર્શન મેહ ઉપર જરૂર વિજય મેળવે છે. જેનશાસ્ત્રમાં એ વિજય કરનારી આત્મશુદ્ધિને અનિવૃત્તિકરણ કહેવામાં આવેલ છે. તે આત્મશુદ્ધિ થઈ ગયા પછી આત્મ દર્શનમોહ ઉપર વિજય મેળવ્યા વિના નથી જ રહે; અર્થાત ત્યારપછીથી તે પાછળ નથી હઠતે. ઉપરોક્ત ત્રણ પ્રકારની આત્મશુદ્ધિઓમાં બીજી અપૂર્વકરણ નામની શુદ્ધિજ અત્યંત દુર્લભ છે; કારણકે રાગદ્વેષના તીવ્રતમ વેગને રોકવાનું અતિ કદિન કાર્ય તેનાજ દ્વારા કરી શકાય છે કે જે સહેલું નથી. એકવાર એ કાર્યમાં સફળતા મળી ગયા પછી ભલે વિકાસગામી આત્મા, ઉપરની કેઈપણ ભૂમિકાથી પડી જાય તો પણ તે ફરી ક્યારેકને કયારેક પિતાના લક્ષ્યને અર્થાત્ આધ્યાત્મિક પૂર્વ સ્વરૂપને પ્રાપ્ત કરી જ લે છે. ઉદાહરણ તરિકે કહીએ તે કપડાની ચીકાશ દૂર કરવા જેવું અપૂર્વકરણ છે જ્યારે કપડા પર લાગેલ મેલ કે રજ કહાડવા જેવું અનિવૃત્તિ કરણ છે. ચીકાશને દૂર કરનાર બળપ્રયોગ જ મહત્ત્વનું છે. આમ દર્શનમોહ છતાયે કે પ્રથમ ગુણસ્થાનની સમાપ્તિ થઈ જાય છે.
એમ થતાંજ વિકાસગામી આત્મા સ્વરૂપનું દર્શન કરી લે છે. ત્યારથી તે વિવેકી થઈ કર્તવ્યાકર્તવ્યને વાસ્તવિક ભેદ પારખી લે છે. એ દશાનું નામ “અન્તરાત્મભાવ” કહેવાય છે, એની પ્રાપ્તિ બાદ આત્મા પિતાની અંદર વર્તતા સૂક્ષમ અને સ્વભાવશુદ્ધ પરમાત્મભાવને દેખાવા લાગે છે.
એ દશા વિકાસક્રમની થી ભૂમિકા અર્થાત ચોથું ગુણસ્થાન છે, જેને પામી આત્મા પહેલવહેલો જ આધ્યાત્મિક શાંતિ અનુભવે છે. એ ભૂમિકામાં આધ્યાત્મિક દ્રષ્ટિ. યથાર્થ (આત્મસ્વરૂપાભિમુખ) હોવાને લીધે વિપસરહિત હોય છે તેથી એને જૈનશાસ્ત્રમાં સમ્યગ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com