________________
૨૩૮]
વીર-પ્રવચન પાર કરવામાં આવે છે તેજ કેગ કેટિમાં ગણાવો જોઈએ; કારણ એ છે કે સહકારી કારણ મળતાંજ તે બધા વ્યાપારે મેક્ષને અનુકૂળ અથાત ધર્મવ્યાપાર થઈ જાય છે. એથી ઉલટું ગમે તેટલાં સહકારી કારણે કેમ ન મળે છતાં અચરમ પુદગલ પરાવર્ત સમયને વ્યાપાર મોક્ષને સાધક થતું નથી.
મેક્ષ કાંઈ બહારથી નથી આવતો, આત્માની સમગ્ર શક્તિઓને સંપૂર્ણ આવિષ્કાર એજ મોક્ષ. એજ વિકાસની પરાકાષ્ટા, એજ પરમાત્મભાવને અભેદ. એજ મેટી ભૂમિકામાં દેખાયેલ ઈશ્વરત્વનું તાદાત્મ, એજ ઉત્ક્રાન્તિ, વેદાન્તિઓને બ્રહ્મભાવ, એજ જીવનું શિવ થવું, ને એજ ઉત્કાતિ માર્ગનું અંતિમ સાધ્ય. આ સાધ્ય સુધીમાં પહોંચવા માટે આત્માને વિરોધી સંસ્કારોની સાથે લડતા ઝગડતાં, તેને દબાવતાં ઉત્ક્રાંતિ માર્ગની જે જે ભૂમિકાઓ - ઉપર આવવું પડે છે તેજ ભૂમિકાઓના કમને ગુણસ્થાનક્રમ” સમજવો.
વિધાયક બાજુ–-વિધિ-વિધાન અને કરણી વિભાગ.
સારામાં સારા સિદ્ધાન્ત ધરાવતે ધર્મ પણ જે વર્તનમાં મૂકવા લાયક અનુષ્ઠાને અથાત ક્રિયાને લગતા નિયમ વગરને હાય તે આત્મકલ્યાણ સાધવામાં ઉપયોગી થઈ પડતું નથી. કેમકે મુક્તિ યાને આત્મસ્વરૂપ દર્શનને આધાર જ્ઞાન અને ક્રિયા એટલે જાણવું અને અમલ કરે એ સૂત્ર ઉપર રહેલો છે. “હાનયિાળાનું રાક્ષઃ અથવા તે “ જ્ઞાનવનરાત્રિામાં મોક્ષમાર્ગ : આદિ - સૂત્રવાકયોને સાર પણ એજ છે. જેમ વસ્તુ સ્વરૂપના યથાર્થ બેધ
વિનાની કરણ પૂર્ણ ફળદાતા નથી થઈ શકતી તેમ કેવળ સ્વરૂપ | વિષયક જ્ઞાન પણ ઈષ્ટસિદ્ધિ કરનાર નથી થઈ શકતું. પહેલું સંપૂર્ણ
પણે જાણવું સમજવું, તે સંબંધમાં વિમર્શ-પરામર્શ કરવો અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com