________________
-વીર–પ્રવચન
( ૨૩૯
નિશ્ચયણે અવધારવું અને પછી એને જુદી જુદી ક્રિયા કરણી અને રીતા દ્વારા જાતે અમલ કરવે, અનુભવમાં ઉતારવું અર્થાત્ આત્માને -જાણ્યા પછી ક્રિયાશીલ બનાવવાં એનું નામજ સ્વરૂપ પિછાન. વિચાર–વાણી તે વનની એકતા અથવા તે જેવું મનમાં, તેવું જ વચનમાં અને તે અનુસાર જ કાયામાં યાને દેહઠારા થતાં કાર્યોમાં આચરણ-અનુભવાય એ સ્થિતિ જ ક્રમસર મુક્ત દશા પ્રતિ લઈ જનારી છે. એ સબધમાં જૈનધર્મીમાં વિધિ–વિધાનના ઉલ્લેખા નીચે પ્રમાણે છે.
માર્ગની ભિન્નતાને આશ્રયી, ઉભય વચ્ચેની તરતમતાને અવધારી મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે. (૧) સાધુધમ યાને તિન દ્વારા આત્મ સાક્ષાત્કાર કરવાને મા. (૨) શ્રાદ્ધધર્મ યાને ગૃહસ્થ જીવન દ્વારા સ્વરૂપ ઝાંખી કરવાને મા. આમ ઉભયનું કેંદ્રસ્થાન એકજ, વળી પહેલાના આધાર બીજા પર રહેલા છે. પહેલે રસ્તે જનાર બીજા રસ્તાના નિયમા અને કાર્યાંની કક્ષા વટાવી ગયેલ હોવા જોઇએ; બીજામાંથી પહેલામાં જવું એજ ધારી માગ છે. આમ છતાં ક્રમમાં પ્રથમ ઉલ્લેખવાનું કારણ એટલું જ છે કે સાધુધર્માં મુક્ત દશામાં લઈ જનાર પવિત્ર પથરૂપ હોઈ પાલનમાં કઠીણુ છતાં સીધા અને સ્હેલા છે જ્યારે શ્રાવક (શ્રાદ્ધ) ધમ એના જેટલા શુદ્ધ પણ નથી તેમ કઠીણુ પણ નથી અને તેથી જલ્દીથી ઈષ્ટ સ્થાને લઈ જનાર પણ નથી. તે સુખે પાળી શકાય એવા છતાં લાંખા તે ચક્રવાવાળા છે, એ લક્ષ્યબિંદુને લઇ ઉભય વિધાનામાં વિવિધતા દ્રષ્ટિગાચર થાય છે. સાધુધર્મ સંબંધી જાણવાનું આગળ ઉપર રાખી હાલ આપણે શ્રાવકધમ યાને ગૃહસ્થમા શું વસ્તુ છે એ જાણવા યત્ન કરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com