________________
૨૪૦ ]
વીર–પ્રવચન
શ્રાવક ધર્મની નાની બાબત પર લંબાણ નહિ કરતાં નિમ્નલિખિત પાંચ પ્રકાર પર જરા વિસ્તારથી વિચાર કરીશું. એમાં લગભગ સંપૂર્ણપણે શ્રાવકત્વ શું વસ્તુ છે એનું સ્વરૂપ સમાઈ જાય છે.
(૧) ગૃહસ્થ યાને શ્રાવકના છ ક્તવ્ય. (૨) માર્થાનુસારીના પાંત્રીસ ગુણો. (૩) શ્રાવકના એકવીસ ગુણ. (૪) દેશવિરતિપણું અર્થાત બાર બત. (૫) શ્રાવકની અગિયાર પ્રતિમા.
શ્રાવક ધર્મ સૂચક ષટ કર્તવ્ય-જૈન દર્શન પુરૂષ પ્રધાન હોવાથી સામાન્ય રીતે પ્રત્યેક ઉપદેશ-શિક્ષા પુરૂષ આશ્રયી કહેવામાં આવેલ હોય છે; છતાં એ ઉપરથી સ્ત્રીઓએ પણ સમજી લેવાનું રહે છે. જરૂર ઉચિત ફેરફારને એમાં એમાં છે છતાં શ્રાવક ધર્મની સૂચના સાથેજ શ્રાવિકા ધર્મનું સુચન થઈ જાય છે એ વાત સમજવામાં ગફલતી ન જ થવી ઘટે. બ્રાહ્મણને જેમ ઉભયકાળ સંધ્યા એ આવશ્યક કાર્ય તરીકે ગણાય છે તેમ પ્રત્યેક જેને નીચે દર્શાવેલા છ કાર્ય પ્રતિદિવસ આચરવાના છે. એમાં ઘણા પ્રકારની તરતમતા રહેલી છે છતાં તેને અમલ તે આવશ્યક છે.
(1) દેવપૂજન-રાગદ્વેષાદિ અઢાર દૂષણવર્જિત એવા તીર્થકર પ્રભુ યાને અરિહંત દેવ કે જીનેશ્વરની પૂજા કરવી, અર્ચન કરવું યા સ્તવન કરવું. પુજાના આઠ, સત્તર, એકવીશ યાને એકસે ને આઠ અથવા તે દ્રવ્ય ને ભાવ રૂપ બે ભેદે છે. એ અનુષ્ઠાન (ક્રિયા) સમજ પૂર્વક ને ચિત્તપ્રસન્નતાથી વા તદ્રુપતાથી કરવાનું છે. કહ્યું છે કે - ‘ચિત્ત -સત્તેરે પૂજન ફળ કહ્યું રે” વળી પૂજાની તૈયારી પૂર્વે, ચિત્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com