________________
-૨૩૬)
વીર–પ્રવચન
પૌગલિક દ્રષ્ટિની મુખ્યતા તેમજ આત્મવિશ્રુતિ વખતે જે ધ્યાન હોય છે તે અશુભ અને પૌગલિક દ્રષ્ટિની ગૌણતા તેમજ આત્મ
સ્મૃતિ દશામાં જે ધ્યાન હોય છે તે શુભ અશુભ ધ્યાન સંસારનું કારણું અને શુભ ધ્યાન મોક્ષનું કારણ છે. પહેલા ત્રણ ગુણસ્થાનમાં આ અને રૌદ્ર એ બે ધ્યાન ઓછા વધતા પ્રમાણમાં હોય છે. ચેથા અને પાંચમા ગુણસ્થાનમાં એ બે ધ્યાન ઉપરાત સમ્યક્ત્વના પ્રભાવથી ધર્મધ્યાન પણ સંભવે છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આર્તા અને ધર્મ એ બે ધ્યાન સંભવે છે. સાતમા ગુણસ્થાનમાં ફક્ત ધર્મધ્યાન હોય છે. આઠમાથી બારમા સુધીના પાંચ ગુણસ્થાનમાં ધર્મ અને શુકલ એ બને ધ્યાન હોય છે. તેમાં અને ચૌદમાં ગુણસ્થાનમાં ફક્ત શુકલ ધ્યાન હોય છે.
આત્મિક સ્થિતિના ચૌદ વિભાગે કે જે ગુણસ્થાન તરિક સુખસિદ્ધ છે તેમના નામ નીચે પ્રમાણે છે.
(૧) મિથાદષ્ટિ (૨) સાસ્વાદન (૩) સમ્યક્ મિદષ્ટિ યાને મિશ્રદષ્ટિ (૪) અવિરત સમ્યક્દષ્ટિ (૫) દેશવિરતિ ( વિરતાવિરત ) (૬) પ્રમત સંયત (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વ કરણ ( નિવૃત્તિ બાદર) (૯) અનિવૃત્તિ બાદર ( ૧૦ ) સૂક્ષ્મ સંપરાય (૧૧) ઉપરાંત મેહ, (૧૨) ક્ષીણમેહ (૧૩) સગ કેવળી (૧૪) અગ કેવળી. પ્રથમ ગુણસ્થાન એ અવિકાસ કાળ છે. બીજા અને ત્રીજા એ બે ગુણસ્થાનમાં વિકાસનું સહજ સ્કુરણ હોય છે. તેમાં પ્રબળતા અવિકાસની જ હોય છે. ચોથાથી વિકાસ ક્રમશઃ વધતાં વધતાં તે છેવટે ચૌદમા ગુણસ્થાને પૂર્ણ કળાએ પહોંચે છે અને ત્યાર બાદ મેક્ષ પ્રાપ્ત થાય છે. જેની વિચારસરણીનું પૃથક્કરણ એટલું જ કરી શકાય કે પહેલાં ત્રણ ગુણસ્થાનો એ અવિકાસ કાળ છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com