________________
૨૩૪)
વીર-પ્રવચન. નહિ અત્યંત ખાટ જેમ અનુભવાય છે તેવી જ રીતે બીજા ગુણસ્થાન વખતે આધ્યાત્મિક સ્થિતિ વિલક્ષણ હોય છે. કારણ કે તે વખતે આત્મા નથી હેતે તત્વજ્ઞાનની નિશ્ચિત ભૂમિકા ઉપર કે નથી હેતિ તત્ત્વજ્ઞાન વિનાની નિશ્ચિત ભૂમિકા; ઉપર અથવા જેવી રીતે કોઈ માણસ ચઢવાનાં પગથીયાઓથી ખસી પછી જમીન ઉપર આવીને નથી ઠેરતા ત્યાં સુધી વચમાંજ તે એક વિલક્ષણ અવસ્થા અનુભવે છે તેવી રીતે સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વને પ્રાપ્ત કરવા સુધીમાંવચમાં આત્મા એક વિલક્ષણ આધ્યાત્મિક અવસ્થા અનુભવે છે.
ત્રીજું ગુણસ્થાન આત્માની એવી મિશ્રિત અવસ્થાનું નામ છે કે જેમાં નથી હોતી માત્ર સમ્યક્દષ્ટિ કે નથી લેતી માત્ર મિથાદષ્ટિઃ પરંતુ એમાં આત્માની આધ્યાત્મિક સ્થિતિ દેલાયમાન હોય છે તેથી એની બુદ્ધિ સ્વાધિન ન હોવાને કારણે સદેહશીલ હોય છે અર્થાત્ તેની સામે જે કાંઈ આવે તે બધાને તે સાચું માની લે છે.. એટલે કે તે બુદ્ધિ તત્વને એકાંત અતત્વ સ્વરૂપ પણ નથી જાણતી અને તત્ત્વ અતત્વને પૂર્ણ વાસ્તવિક વિવેક પણ નથી કરી શકતી.
જેમ કોઈ ઉલ્કાન્તિ કરનાર આત્મા પહેલા ગુણસ્થાનથી નીકળી. સીધેજ ત્રીજ ગુણસ્થાન પ્રાપ્ત કરે છે અને કોઈ અપકાન્તિ કરનાર આત્મા પણ ચોથા આદિ ગુણસ્થાનથી પડી ત્રીજે ગુણસ્થાને આવે છે. એ રીતે ઉત્ક્રાંતિ કરનાર અને અપક્રાન્તિ કરનાર બને પ્રકારના આત્માઓનું આશ્રયસ્થાન ત્રીજું ગુણસ્થાન છે, બીજા ગુણસ્થાન કરતાં ત્રીજાની એ વિશેષતા છે.
ઉપર આત્માની જે ચૌદ અવસ્થાઓને વિચાર કરવામાં આવ્યા છે તેનું તેમજ તેની અંદર સમાવેશ પામતી અવાન્તર સંખ્યાતીત - અવસ્થાઓનું બહુ સંક્ષેપમાં વગીકરણ કરીને શાસ્ત્રમાં દેહધારી આત્માએની ફક્ત ત્રણ અવસ્થાઓ વર્ણવવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com