________________
વીર-પ્રવચન
. ( ૨૩૩ *
છે એજ આધ્યાત્મિક વિકાસની પરકાષ્ટા અથવા તે ચૌદમું ગુણસ્થાન છે. એમાં આત્મા સમુચ્છિન્ન ક્રિયાપ્રતિપતિ શુક્લધ્યાન વડે સુમેરૂ પર્વતની માફક નિષ્પકંપ સ્થિતિ પ્રાપ્ત કરીને છેવટે શરીર - ત્યાગ કરી વ્યવહાર અને પરમાર્થ દ્રષ્ટિથી લેત્તર સ્થાન પ્રાપ્ત કરે છે એજ નિર્ગુણ બ્રહ્મસ્થિતિ છે, એજ સર્વાગી પૂર્ણતા છે, એજ પૂર્ણ કૃતકૃત્યતા છે એજ પરમ પુરૂષાર્થની અંતિમ સિદ્ધિ છે અને એજ અપુનરાવૃત્તિ સ્થાન છે; કારણ કે સંસારનું એક માત્ર કારણ મેહ છે કે જેના સમગ્ર સંસ્કારને સમૂળ નાશ થઈ જવાને લીધે હવે કશી ઉપાધિને સંભવ નથી
અહીં સુધી તે પહેલેથી ચૌદમા ગુણસ્થાન સુધીના બારમુણસ્થાનની વાત થઈ એમાં બીજા અને ત્રીજા ગુણસ્થાનની જે વાત રહી ગઈ છે તે આ પ્રમાણે છે. સમ્યક્ત્વ અથવા તત્વજ્ઞાનવાળી ઉપરની ચાથી વગેરે ભૂમિકાઓના રાજમાર્ગથી વ્યુત થઈને જ્યારે કોઈ આત્મા તત્વજ્ઞાન રહિત મિથ્યાદ્રષ્ટિવાળી પ્રથમ નૂમિકાના ઉન્માર્ગ તરફ વળે છે ત્યારે વચમાં તે નીચે પડતા આત્માની જે કાંઈ અવસ્થા થાય છે તે બીજું ગુણસ્થાન છે. જે કે એ ગુણસ્થાનમાં પહેલા કરતાં આત્મશુદ્ધિ કાંઈક વધારે અવશ્ય હોય છે, એટલે ક્રમમાં એ બીજે છે છતાં એને ઉત્ક્રાંતિ સ્થાન કહી નથી શકાતું કેમકે ઉત્ક્રાંતિ કરનાર આત્મા પહેલા ગુણસ્થાનને છોડીને બીજા પર સીધી રીતે જઈ શકતો નથી; પરન્તુ ઉપરના ગુણસ્થાનથી પડનાર આત્મા જ એને અધિકારી થાય છે. અધઃપતન મેહના આવેશમાંથી જન્મે છે એથીજ એ ગુણસ્થાન વખતે મેહની તીવ્ર કાષાયિક શક્તિને આવિર્ભાવ હોય છે. ખીર વગેરેનું મિષ્ટ ભોજન કર્યા પછી જ્યારે વમન થાય છે ત્યારે મેઢામાં એક પ્રકારને વિલક્ષણ સ્વાદ અર્થાત નહિ અત્યંત મીઠે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com