________________
૨૨૨ ]
વીર–પ્રવચન
સૂસર, દેવસૂર, હેમચંદ્રસૂરિ અને ‘ શ્યાદવાદ મંજરી ' ના કો સુવિખ્યાત મલ્લિસેનસૂરિએ આ સિદ્ધાંત પર પોતાનું લક્ષ્ય આપ્યું છે.
આમ અનેકાંતવાદનુ મહત્વ ને પ્રતિષ્ઠા વર્ણવ્યા જાય તેમ નથી. એમાં સત્ય અને અહિંસા સમાયેલા છે એ ભાગ્યેજ કહેવું પડે તેમ છે, વિશ્વનું યથાર્થ રૂપે અવલાકન કરવાને માટે અનેકાંત વાદ દિવ્યચક્ષુ રૂપ છે. એના અભાવેજ અનેક મતમતાંતરાના-ખંડનમંડનના ઝઘડાએ ઉદ્ભવ્યા છે. સત્યને શાશ્વત સનાતન મા ચિંધવા સ્યાદ્વાદ સમ છે. દેહ શુદ્ધિને માટે જેમ સ્નાનની જરૂર છે તેમ વિચાર શુદ્ધિને માટે અનેકાંતવાદ (સ્યાદ્વાદ) એટલેાજ આ વસ્યક છે. સનપ્રરૂપિત અનેકાંતવાદના પ્રતાપે આપણા અશુદ્ધિનામતાભિમાનના-અને કદાગ્રહના—–મળ ધાવાઈ જાય અને જૈનશાસન– સ્યાદ્વાદ દર્શન–વિશ્વમાં વિજયવતું નિવડે એવી એમાં શક્તિ છે.
ગુણસ્થાન વિષે
ગુણા ( આત્મશક્તિઓના ના સ્થાનને અર્થાત્ વિકાસની ક્રમિક અવસ્થાઓને ગુણ સ્થાન કહે છે. જૈનશાસ્ત્રમાં ગુણસ્થાન શબ્દની મતલબ આત્મિક શક્તિઓના આવિર્ભાવતી ચઢતી ઉતરતી અવસ્થા એ છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ તે શુદ્ધ ચૈતન્ય અને પૂર્ણાનંદમય છે, પણ તેના ઉપર જ્યાં સુધી તીવ્ર આવરણરૂપ ઘન વાદળાની ઘટા છવાયેલી હોય ત્યાં સુધી તેનુ અસલ સ્વરૂપ દેખાતું નથી. આવરણાની તીવ્રતા વધારેમાં વધારે હેાય ત્યારે આત્મા પ્રાથમિક અવસ્થામાં અર્થાત તદ્દન અવિકસિત અવસ્થામાં પડયા રહે છે. અને જ્યારે આવરણુ બિલકુલ નાશ પામી જાય છે ત્યારે આત્મા વિકાસની ચરમ અવસ્થામાં અથાત્ શુદ્ધ સ્વરૂપની પૂર્ણુતામાં વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com