________________
૨૨૦ ]
વીર–પ્રવચન
દ્રષ્ટિએ અનાઘનત છે; પણ પર્યાયતઃ ક્ષણવિનશ્વર છે. આત્મ તત્વના મૂળભૂત ગુણની દ્રષ્ટિએ સર્વ જીવાત્મા એક છે, પણ કર્મબંધના ભિન્નત્વને લીધે તે અનેક પણ છે. આ પ્રમાણે સર્વ અપેક્ષાઓ લક્ષમાં લઈ ને સિદ્ધાંત સ્થાપવો એજ અનેકાંતવાદ.
ગુજરાતના સમર્થ વિદ્વાન પ્રો. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ કહે છે કે- સ્યાદ્વાદ એકીકરણનું દ્રષ્ટિબિંદુ અમારી હામે ઉપસ્થિત કરે છે. વિવિધ દ્રષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વગર કઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપે સમજવામાં આવી શકે નહીં. દર્શનશાસ્ત્રના મુખ્ય અધ્યાપક શ્રીયુત ફણીભૂષણ અધીકારી જણાવે છે કે--મ્યાવાદને સિદ્ધાંત ઘણે મહત્વપૂર્ણ અને ખેંચાણકારક છે. એ સિદ્ધાંતમાં જેને ધર્મની વિશેષતા તરી આવે છે, એજ “ સ્યાદ્વાદ” જેના દર્શનની અદિતિય સ્થિતિ પ્રગટ કરે છે, સ્યાદ્દવાદ એક ભારે સત્ય તરફ આપણને દોરી જાય છે. વિશ્વના અથવા તેના કોઈ એક ભાગને જોવા માટે માત્ર એક દ્રષ્ટિકોણ સર્વથા પૂર્ણ ન લખી શકાય. ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણથી જોઈએ તોજ અખંડ સત્ય જોઈ શકીએ. ખરું જોતાં આ વિશ્વ અસંખ્ય તત્તે તથા પર્યાના સમુદાય રૂપ છે અને આપણું પરિચિત દૃષ્ટિકોણથી ભાગ્યે જ પૂર્ણ સત્ય પામી શકીએ. કેવલ સર્વજ્ઞ જ પૂર્ણ સત્યને પૂર્ણપણે જાણી શકે છે. એ સંબંધમાં શ્રીમલિસેનના નિમ્ન વચને શાદ રાખવા જેવાં છે. “હે ભગવાન ! આપને સિદ્ધાંત નિષ્પક્ષ છે કારણ કે એક જ વસ્તુ કેટલી અસંખ્ય દ્રષ્ટિથી જોઈ શકાય છે તે આપે અમને બતાવ્યું છે. પેલાઓ કે જે કેવળ સિદ્ધાંત ભેદની ખાતર પરસ્પરમાં ઈર્ષ્યા-મત્સર ધરાવે છે તે સ્થિતિ આપના ચાઠાદ દર્શનમાં નથી સંભવતી,” આવી રીતે મહેપાધ્યાય પતિ ગંગનાથ, ડે. . પર છે અને હીંદી ભાષાના ધુરંધર પંડિત શ્રી મહાવીરપ્રસાદજી વગેરેના વચને ટાંકી શકાય. પૂર્વાચાર્યોના અભિપ્રાય તે સંખ્યાબંધ મળી શકે તેમ છે છતાં જા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com