________________
વીર–સ્ત્રવચન
| [ ર૦૯
ઋજુસૂત્ર નયને કાઈક આચાર્યો દ્વવ્યાર્થિક નયને પણ ભાગ ગણે છે. વળી વ્યવહાર નય મુખ્ય વિભાગ તરિક જુદો આવ્યા અને ફરી દ્રવ્યાર્થિક નયના પેટા વિભાગ તરિકે આવ્યા. મુખ્ય વિભાગ તરિકે તે દ્રવ્યના વ્યવહારુ ઉપયોગ આદિ અપેક્ષા વિચારનાર છે જ્યારે પેટા વિભાગ તરિકેની વ્યાખ્યા તો આગળ આવશે.
(૧) નૈગમ –- પા પા સિમન એક દષ્ટિથી નહિ પણ સર્વ દ્રષ્ટિથી વિચાર કરનાર. આ નય જગતના વ્યવહારમાં વિશેષ વપરાય છે. આ નયથી વિચારનાર સામાન્ય અને વિશેષ ગુણને જુદી જુદી રીતે વિચારતા નથી, પણ તે ગુણોને સમન્વય કરે છે; આથી એમ સમજવાનું નથી કે આ નય કાંઈ ભેદ ગ્રહણ કરતો નથી. દાખલા તરીકે કરી. આને નૈગમ નથી વિચાર કરનાર વનસ્પતિ તરીકેના સામાન્ય ધર્મને વિચાર કરી લઈ, કેરી અથવા આંબાના વિશેષ (ખાસ) ગુણને વિચાર કરે છે. કેરી લેતાં ખાસ વનસ્પતિ બતાવી એટલા અંશે ભેદને ગ્રહણ કર્યો. ટૂંકમાં આ નય દ્રવ્યના સામાન્ય અને વિશેષ બન્ને પ્રકારના ગુણેને વિચારક છે.
(૨) સંગ્રહ નય-દ્રવ્યના વિશેષ ગુણ હોવા છતાં તે તરફ ઉદાસીન રહી માત્ર સામાન્ય ધર્મને મહત્વ આપી તે દ્રષ્ટિએ વિચારનાર એથી આ નય વિશેષ નામના પદાર્થને જૂદો માનતા નથી, માત્ર નામાન્તર ગણે છે. આ નય દ્રવ્યની જાતિ–સમૂહદર્શક છે. દાખલા તરીકે જીવ. જીવને સમુદાય તરીકે માત્ર વિચાર આ નય દ્વારા થાય છે અને તેમાં જુદી જુદી જાતિના છાને સમાવેશ થાય છે; છતાં જુદા જુદા તરિકે જીવને વિચાર થઈ શકતો નથી.
(૩) વ્યવહાર નય–આ દ્રષ્ટિથી વિચારનાર સામાન્ય ગુણ હેવા છતાં તેને ઉપેક્ષી માત્ર વિશેષ ગુણને મહત્ત્વ આપીને વિચાર કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com