________________
વીર-પ્રવચન
[ ૨૧૭
પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય પણ માનવો પડશે; જેમકે કઈ સંસારી જીવ પુણ્યની અધિકતાના સમયે જ્યારે મનુષ્ય ગતિ છોડીને દેવયોનિમાં જાય છે ત્યારે દેવગતિમાં ઉત્પાદ અને મનુષ્યગતિમાં વ્યય. થયો કહેવાય છે અર્થાત મનુષ્ય પર્યાય નષ્ટ થઈ દેવપણના પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે; પરંતુ બન્ને ગતિમાં ચેતના ધર્મ તે સ્થાયી અને કાયમ જ રહે છે. આથી આત્મામાં કથંચિત નિત્યત્વ અને કથંચિત અનિત્યત્વને સ્વીકાર જરૂર કરવો પડશે.
આ તો ચૈતન્યનું દ્રષ્ટાંત આપ્યું, પરંતુ જડ પદાર્થોમાં પણ ઉપર જણાવેલું દ્રવ્યનું લક્ષણ ચાઠાદ શૈલિથી લાગુ પાડી શકાય છે.
સેનાની મુદ્રિકા (વીંટી)નું ઉદાહરણ લઈએ. મુદ્રિકાને ગળાવી કુંડળ બનાવ્યાં. મુદ્રિકાને ગળાવતાં વીંટીપણાને વ્યય અને કુંડળના આકારને ઉત્પાદ થાય છે. પણ સેનાપણું તે ઉભય પ્રસંગે કાયમ જ રહે છે. આમ દુનિયાના તમામ પદાર્થોમાં નિત્ય, અનિત્ય અને ધ્રુવની અપેક્ષાએ આ દ્રવ્યનું લક્ષણ ઘટે છે. એનું નામ જ સ્યાદ્વાદ શૈલી છે. એકાંત નિત્ય કે એકાંત અનિત્ય કઈ પદાર્થ માની શકાય જ નહીં. મુદ્રિકા ગાળીને કુંડળ બનાવતાં જે કંઈ ફેરફાર થાય છે તે માત્ર આકારમાં જ અને નહીં કે મુકિકાની તમામ વસ્તુમાં. એકાંત નિત્ય તે ત્યારે જ મનાય કે મુદ્રિકાનું સ્વરૂપ ગમે તે વખતે જેવું ને તેવું કાયમ રહેતું હોય, ગાળવા કે તોડવા છતાં બદલાતું ન હોય. તેમ એકાંત અનિત્ય પણ ત્યારે જ મનાય કે મુદ્રિકાને તેડતાં કે ગાળતાં સર્વથા તેનો નાશ થતે હોય; તેમાંને એક અંશ પણ બીજી વસ્તુમાં (કુંડળમાં) ન આવતું હોય. એમ બનવું શક્ય જ નથી. તેથી જ ભાર મૂકીને કહેવું પડે છે કે તમામ પદાર્થોમાં નિત્યત્વ, અનિત્યત્વ, પ્રમેયત્વ, વાચ્યત્વ આદિ ધર્મો રહેલા છે. એ ધર્મોને સાક્ષેપ રીતિથી
સ્વીકાર કરે-એ ધર્મો ને સાક્ષેપ દ્રષ્ટિએ જેવા એનું નામ જ : સ્યાદ્વાદ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com