________________
વીર-પ્રવચન
[ ૨૧૩
(૫) શબ્દ નયાભાસ એકાર્થ (સમાનાર્થી શબ્દને ઉપયોગ જાતિ-કાળ-વચન-ભેદાદિને વિચાર ક્યાં વગર કરવામાં આવે તે અભિપ્રાય
(૬) સમભિરૂઢ નયાભાસ સમાનાર્થી શબ્દને ઉપયોગ તે શબ્દના મૂળધાતુના અર્થ પ્રમાણુજ થાય, પણ તેને અન્ય અર્થ થાય તેને ન માને તે અભિપ્રાય.
(૭) એવંભૂત નયાભાસ સમાનાર્થી શબ્દોનો ઉપયોગ તે શબ્દના મૂળધાતુના અર્થ પ્રમાણે પણ ન કરતાં તેજ અર્થમાં ક્રિયા કરાતી હોય તે અર્થમાં અને બીજા કોઈ અર્થમાં ઉપયોગ ન માને તે અભિપ્રાય.
ઉપસંહાર કરતાં વિચારી લઈએ કે પ્રથમના ચાર નય વાચ ઉપયોગી અને પાછળના ત્રણ વાચક ઉપયોગી છે. તત્વજ્ઞાનના વિચાર અર્થે પ્રથમના ચાર ખાસ જરૂરના છે અને બાકીના ત્રણ ભાષા કે વ્યાકરણ રચનારે કિવા શબ્દકેાષ બનાવનાર અને શબ્દધાતુ અર્થ શોધક આદિ માટે ખાસ જરૂરના છે. તત્વજ્ઞાન શબ્દોમાં વિચારાનું હેવાથી અને ગ્રંથમાં લખાતું હોવાથી સાતે નયને વિચાર સાથે જ કરવાનું છે, કેમકે ભાષાદિને ઉપયોગ તત્વજ્ઞાનમાં કરવો પડે છે. ઉપરિક્ત સાત નય મહેમાંહે એક બીજાને તેડનાર છે અને તે દૃષ્ટિએ તે સર્વ નયાભાસ છે; પણ સસ્તુના વિચારમાં દૃષ્ટિબિંદુ અપેક્ષાઅભિપ્રાય આદિએ દરેક નય પ્રમાણે જુદા જુદા પ્રકારે તેને વિચાર કરી તે સર્વને સમન્વય કરવો તેજ નયવાદનો સાર છે. આ પ્રમાણે ન એક બીજાના વિરેાધી છતાં અપેક્ષા દ્રષ્ટિથી તેજ ન વસ્તુનું સંપૂર્ણતઃ જ્ઞાન આપનાર છે અને તેથી તત્વજ્ઞાનના વિચાર માટે તે ઉપયોગી છે.
(૧) નામનિશે–આકાર તથા ગુણ રહિત વસ્તુને માત્ર નામે કરી બોલાવવું. સિદ્ધ વડ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com