________________
૨૧૦ ]
વીર-પ્રવચન
એટલે આ નય સંગ્રહ દ્વારા જાતિના વિચાર થયા પછી પેટાજાતિને વિચાર કરવા ઉપયાગી છે. જીવના સામાન્ય સ્વરૂપના વિચાર કરી ચારે ગતિના ( દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક ) જીવસ્વરૂપના વિચાર કરે છે. એટલે કે સંગ્રહ દ્રવ્યના સામાન્ય ધર્મને અને વ્યવહાર વિશેષ ધર્મને દાખવે છે, અથાત્ દ્રવ્યના જાતિ ગુણને વિચાર સંગ્રહનય અને તેની પેટાજાતિ વિ. ને વિચાર વ્યવહાર કરે છે.
(૪) ઋસુત્ર નય આ દ્રષ્ટિથી વિચારક દ્રવ્યના ભૂતકાળ તે ભવિષ્ય કાળના ધર્મો જાણ્યા છતાં તેની ઉપેક્ષા કરી માત્ર વમાન ધર્મના વિચાર કરે છે. વસ્તુન્નાન માટેના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નામના ચાર નિક્ષેપોમાંથી માત્ર ભાવનિક્ષેપનેાજ વિચાર કરનાર આ નય છે. આ નયથી વિચારેલ વસ્તુના ધર્મો તેજ વખતે સત્ય છે, પણ અન્ય કાળે તે અસત્ય છે. આથી કરી આ નય દ્વારા ઉત્પન્ન થયેલ જ્ઞાન અતિ સ ંકુચિત છે.
ઉપરાંત ચાર નય વાચ્ય ( જે વસ્તુને વિચાર કરી ખેાલવાનુ છે તે ) માટે ઉપયોગી છે; જ્યારે છેવટના ત્રણ નયેા વાચક (એલનાર)તે ઉપયાગી છે.
(૫) શબ્દ નય–સમાના શબ્દોને એક અમાં ઉપયેગ કરવા માટે આ નય છે. કુંભ, કળશ, ઘટ, સર્વને ધડાના અર્થાંમાં વાપરવા તેમજ વસ્ત્ર, પટ, કપ, લુગડુ' સર્વાંને કપડાના અર્થમાં વાપરવા તે આ નયના અભિપ્રાય છે. આ નય શબ્દાષ, વ્યાકરણ આદિના અનાવનાર માટે ઉપયાગી છે.
(૬) સમભિરૂઢ—સમાનાર્થી શબ્દોના એક ઉપયોગ ન ગણતાં પર્યાય ભેદ માને છે; એટલે કે શબ્દના ધાતુ (મૂળ) અને તેનાં અ ઊપરથી પ્રતિપાદન થતા અમાંજ શબ્દ વાપરવા માટે આ નયના અભિપ્રાય છે. ઇંદ્ર=સંપત્તિના સ્વામી, શ=અતિ બળવાન, પુરંદર=શહેરને નાશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com