________________
૧૯].
વીર-પ્રવચન
* જંબુદ્વિપથી બમણ વિસ્તારને લવણ સમુદ્ર છે. જે તે દ્વિપને વિંટાઈને રહે છે. લવણ સમુદ્રની ચારે બાજુ ધાતકી ખંડ છે, તેમાં જંબુદિપથી બમણું પર્વત અને ક્ષેત્રે છે એટલે ૧૨ વર્ષધર પર્વત અને ૧૪ ક્ષેત્રો થાય. તેની ચારે બાજુ વિંટળાઈ તેથી બમણા વિસ્તાર કાળોદધિ સમુદ્ર આવેલ છે અને તેની આસપાસ પુષ્કરવર દ્વિપ તેથી બમણા વિસ્તારને છે. પુષ્કરવર દ્વિપને વિરતાર ધાતકી ખંડથી ચાર ગણે હોવા છતાં પણ તેમાં ધાતકી ખંડના જેટલાજ વર્ષધર પર્વત અને ક્ષેત્રે છે, કારણ કે તેના અર્ધભાગે માનુષોત્તર નામા પર્વત બાકીના અર્ધભાગને રેકી પડે છે. આમ પરિસ્થિતિ હોવાથી જંબુદ્વિપ. ધાતકી ખંડ અને પુષ્કરવરને અર્ધદ્વિપ મળી અઢીદ્વિપમાં જ મનુષ્યની વસ્તી છે. માનુષત્તર પર્વત ઉપર કે તેની બહાર એટલે પેલી બાજુ મનુષ્યની વસ્તી કે વાસ નથી.
મનુષ્ય બે પ્રકારના છે, આર્ય અને મલેચ્છ; દેવકુફ અને ઉત્તરકુર કે જે જંબુદ્વિપના વિદેહ (મહાવિદેહ) ક્ષેત્રમાં છે તમને છોડી દઈ બાકીના મહાવિદેહ, ભરત અને અરબત તે કર્મ ભૂમિ છે. ત્યાં ધર્મના સંસ્થાપક શ્રીઅરિહંત અને તેમના અનુયાયી રૂપ ચતુવિધ સંધ પ્રવર્તે છે; તેમજ ત્યાં અસિ (તલવાર), મસિ (શાહીલમ) અને કૃષિ (ખેતીવાડી) રૂપ ત્રણ પ્રકારના વ્યવસાયથી મનુષ્ય પિતાનું ગુજરાન ચલાવે છે, બાકીની ભૂમિ અકર્મ ભૂમિઓ કે ભોગભૂમિ કહેવાય છે, જ્યાં મનુષ્યને (યુગલીકેશને) ગુજરાન ચલાવવા મહેનત કરવી પડતી નથી. કેમકે ત્યાં રહેલા કલ્પવૃક્ષ તેમની ઈચ્છા પૂર્ણ કરે છે, અને ત્યાં ધર્મપ્રવર્તક કે તેમને સંધ પણ હોતા નથી. મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ પ્રમાણનું છે.
જંબુદ્વિપને વ્યાસ (ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમની લંબાઈ) એક લાખ જન છે, તેથી બમણો લવણ સમુદ્ર, તેથી બમણ ધાતકાખંડ, તેથી બમણે કાલેદધિ, તેથી બમણે પુષ્કરવરદ્વિપ છે. એથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com