________________
વીર–પ્રવચન
[ ૨૦૩.
કેટલેક અંતરે છે, ત્યાંથી ઉચે એકરાજમાં શુક્ર અને સહસ્ત્રાર, પૂર્વની માફક એક એકની ઉપર કેટલેક સ્તરે છે, ત્યાંથી આનત ને. પ્રાણુત નામા નવમા દશમાં દેવલેક દક્ષિણ ઉત્તરે જોડાજોડ છે, ત્યાંથી કેટલેક ઉંચે–સહસ્ત્રારથી એકરાજ ઉચે-આરણ અચુત નામા દેવલેક; દક્ષિણે ઉત્તરે સામસામા આવેલાં છે. ત્યાંથી એક રાજ ઉંચે ચૌદ રાજલોકરૂપ પુરૂષના ગળાના સ્થાનકે શ્રેયકદેવનું સ્થાન એકની ઉપર એક એમ અનુક્રમે છે, ત્યાંથી લગભગ એક રાજ ઉંચે પાંચ અનુત્તર વિમાન સરખી સપાટીએ છે એટલે સ્વાર્થસિદ્ધિ વિમાન વચ્ચે છે અને વિજ્યાદિ ચાર વિમાન તેની આજુબાજુમાં ચારે દિશાએ છે. તેના ઉપર લેકરૂપ પુરૂષના કપાળ પ્રદેશમાં સ્ફટિક રત્ન જેવી નિર્મળ અર્જુનસુવર્ણમય સિદ્ધશિલા છે. તેને ઉપર એક યોજન છે. અલેક છે. તે છેલ્લા યોજનના ઉપરના ચોવીસમા ભાગ ( ૩૩૩૩ ધનુષ્ય) જેટલી ઉંચાઈવાળા ક્ષેત્રમાં સિદ્ધના જેવો રહેલા છે. આ રીતે ચૌદરાજ લેકની વહેંચણી છે. કલ્પાતીત વૈમાનિક દેવ સિવાય બાકીના ચારે નિકાયને દેવને દક્તિ અને તેને ૧ સામાનિક (સમાન રૂદ્ધિવાળા) ૨ પારિષa (સભામાં બેસનાર) ૩ આત્મરક્ષક (અંગરક્ષક) ૪ અનીક (સૈન્ય અને તેના ઉપરીઓ) ૫ પ્રકીર્ણ (પ્રજા) ૬ અભિયોગ્ય (નોકરચાકર) ૭ કિલિબષક (હલકા પ્રકારના દેવ) રૂ૫ સામા
ન્ય પરિવાર હોય છે. આ ઉપરાંત વ્યંતર, વાણુ વ્યંતર, અને જ્યોતિષ્ક દેવ સિવાયના નિકાયમાં ત્રાયશ્ચિંશ (મંત્રી પુરોહિત આદિ) અને
કપાળ (કોટવાળ) પણ હોય છે. પહેલા અને બીજા વૈમાનિક દેના સ્થાન સુધી દેવીઓની ઉત્પત્તિ છે. તેની ઉપરના દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિ નથી. દેવીઓમાં બે પ્રકાર હોય છે. (૧) ગૃહિણી તરિકે કાર્ય કરતી દેવીએ તે પરિગૃહિતા દેવીઓ અને (૨) દેવસ્યા તરિકે જીવન ગાળતી તે અપરિગ્રહિતા દેવીઓ કહેવાય છે. પરમાધામી દેવો જે પ્રથમ નારક ભૂમિમાં ઉપજે છે ને ત્રણ નારક સુધીના જીવોને દુઃખ આપે છે તેમની, તેમજ કિષિ દેવની આત્મપરિણતિ અતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com