________________
૨૦૬ ]
વીર–પ્રવચન
દલિલે ટાંકી સુંદર રીતે સ્વરૂપે રજુ કર્યું છે. દરેકનું જુદું જુદું બળ દાખવી સરવાળે સર્વને એકત્ર કરી કાર્યસિદ્ધિમાં કેવા ઉપયોગી થઈ પડે છે તે વિષયમાં કથાનકે પણ આલેખ્યા છે. નય પ્રમાણ અને નિપેક્ષા સ્વરૂપ
જ્ઞાનને હેતુ દ્રવ્ય (વસ્તુ) ના અનંત ધર્મ-સ્વભાવ-પર્યાયોસ્થિતિઓ-ગુણ જાણવાને છે. તે જ્ઞાન બે પ્રકારનું પ્રમાણ (સાબિતી) થી થઈ શકે, (૧) પ્રત્યક્ષ પ્રમાણમાં શ્રી સિદ્ધ તથા શ્રી કેવલી પરમાત્માઓનું કેવલજ્ઞાન, મુનિ મહારાજનું મન:પર્યાય જ્ઞાન અને ચારે ગતિના જીવનનું અવધિ જ્ઞાન સમાય છે, જ્યારે (૨) પક્ષ પ્રમાણમાં માત્ર મતિ (બુદ્ધિ કે તfમય) જ્ઞાન અને મૃત (આગમ) જ્ઞાન સમાય છે. પ્રત્યક્ષ પ્રમાણમાં થતા જ્ઞાન આત્મ પ્રત્યક્ષ થતાં હોવાથી શુદ્ધ જ હોય છે; પણ પરોક્ષ એવા મતિ અને શ્રુત શુદ્ધ જ હોય તેવું હતું નથી. વળી અવધિ પણ અશુદ્ધ હોઈ શકે છે. ટૂંકમાં કહીયે તે આત્મ પ્રત્યક્ષ જ્ઞાન તેજ સાચું પ્રત્યક્ષ છે, જ્યારે ઇન્દ્રિય પ્રત્યક્ષ તે સાચું પ્રત્યક્ષ નથી; પણ પરેલ છે. તેના ત્રણ વિભાગ નિમ્ન પ્રકારે થાય છે. (૧) અનુમાન-નિશાની કે ચિન્હ જોઈ થતું જ્ઞાન; દાખલા તરિકે ધુમાડે જઈ અગ્નિ સંબંધી થતું જ્ઞાન. (૨) આગમ-શાસ્ત્રના આધારથી થતું જ્ઞાન (૩) ઉપમાન–કઈ પદાર્થને બીજી ઉપમા આપી ઓળખાવવાથી થતું જ્ઞાન- આ સ્થિતિમાં જૈન તત્વજ્ઞાન ય વિષયના પ્રારંભમાં નિશ્ચય વ્યવહાર રૂપ બે ભાગ પાડે છે. નિશ્ચય માર્ગ દ્વારે વસ્તુના હમેશના (કાયમના–સ્થાયી) ધર્મો એટલે ચોક્કસ કુદરતી ગુણને વિચાર કરે છે અને વ્યવહાર માર્ગદ્વારા તેજ વસ્તુના અકુદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com