________________
વીર-પ્રવચન
[ ૧૯૫
વનસ્પતિ આદિ હોય છે અને તેમાં તિર્યંચ, મનુષ્ય અને દેને વાસ છે; બાકીની નારકભૂમિમાં ઉપરોક્ત કંઈ નથી તેમજ તેમાં બાદર વનસ્પતિકાય, બેઈદ્રિયથી માંડી પંચેંદ્રિય તિર્યંચ, મનુષ્ય પણ હતા નથી, એટલે ત્યાં નારકો ઉપરાંત કેટલાક એકેંદ્રિય જીવો માત્ર હોય છે. આમ હોવા છતાં કોઈ પ્રસંગે બીજથી છઠી નારક ભૂમિ સુધી મનુષ્ય, તિર્યંચ કે દેવને સંભવ ઉત્પન્ન લાય છે. મનુષ્યને સંભવ કેવલી સમુદઘાત કરનાર પિતાના આત્મ પ્રદેશ જ્યારે સર્વવ્યાપી બનાવે છે ત્યારે સાતે નારક ભુમિ સુધી હોય છે તેમજ ઉત્તર વૈજ્યિ લબ્ધિધર મનુષ્ય કે તિય“ચ છ નારકભૂમિ સુધી જઈ શકે છે; પણ ત્યાંથી આગળ તેઓ જઈ શકતા નથી. દેવ પણ પિતાના પૂર્વ જન્મના મિત્રાદિને વિષે મોહ પામી તેમને તે દુઃખમાંથી છોડાવવાના ઉદેશથી પ્રથમની ત્રણ નારક સુધી જઈ શકે છે, તેથી આગળ જવાની શક્તિ હોવા છતાં આચારવશ હોવાથી આગળ જતા નથી. પરમાધામી દેવો તો નરકપાળ કહેવાય છે. તેઓ અસુરકુમાર ભુવનપતિ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાંજ પહેલી નરભૂમિમાં ઉત્પન્ન થાય છે અને બીજી ત્રીજી નારકના જીવોને દુઃખ ઉપજાવવા ત્યાં સુધી જાય છે.
મધ્યલોકમાં જંબુદ્વિપ આદિ શુભ નામવાળા અસંખ્ય દ્વિપ અને લવણ આદિ શુભનામ વાળા અસંખ્ય સમુદ્રો છે. તેમાં જંબુદ્વિપ સર્વની મધ્યમાં છે, જ્યારે સ્વયંભૂરમણ સમુદ્ર સૌથી છેલ્લો છે.
આ પ્રમાણે અસંખ્યદિપ અને સમુદ્ર હોવા છતાં માત્ર ત્રણ દ્વિપ અને બે સમુદ્ર વિષે વિશેષ જાણવાનું પ્રાપ્ત થાય છે. કેમકે તેની આગળના દ્વિપમાં મનુષ્યોની વસ્તી નથી. મધ્યને જંબુદ્વિપ થાળીની માફક સપાટ અને ગોળ છે. તેને વિસ્તાર લાખ જનને છે. આ દિપની વચમાં મેરૂ પર્વત છે અને તેમાં ભરત, હેમવંત, હરિવર્ષ, વિદેહ રમ્યક, હિરણ્ય અને રવ્રત રૂપ સાત ક્ષેત્રો દક્ષિણથી ઉત્તર દિશામાં ક્રમસર આવેલાં છે. તેમને જુદા પાડનાર હિમવાન, મહા હિમવાન, નિષધ, નીલ, રૂકિમ અને શિખરીનામા છ વર્ષધર પર્વત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com