________________
વીર-પ્રવચન
[ ૧૩
બંધન, ગતિ, સંસ્થાન, ભેદ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, અગુરુલઘુ અને શબ્દ રૂપ દશપરિણામના પુગળે પણ આ ભૂમિમાં અશુભતર પરિણામવાળા જ હોય છે, કેમકે આ ભૂમિઓ અશુભતર, અંધકાર મય અને અશુચિ પદાર્થો વડે લેપાયેલ છે. પીંછા ખેંચી લીધેલા પક્ષી જેવા કૂર, કરૂણા ઉપજાવે તેવા બિભત્સ (ગુંદા), ભયંકર અને નિંદનીય આકૃત્તિવાળા તેમજ નિરંતર દુઃખી અને અપવિત્ર શરીર આ જીવોને પ્રાપ્ત થયાં હોય છે. પહેલીમાં છા ધનુષ્યને ૬ અંગુળનું શરીર પ્રમાણ છે અને ત્યાર પછીથી બમણું બમણું માપ સમજી લેવું. આ જીવોને ત્રણ પ્રકારની વેદના ભેગવવી પડે છે,
(૧) ક્ષેત્ર વેદના–આ પ્રકારની વેદના ૧-૨-૩ નરકમાં ઉષ્ણ, ૪ માં ઉષ્ણશીત, ૫ માં શીતષ્ણ અને ૬-૭ માં શીત હોય છે. ઉત્તરોત્તર તીવ્રતર હોય છે.
(૨) અન્ય અન્યકૃત વેદના–આ જીવો ઉંદરબિલાડી માફક જન્મવેરી હોય તેવી રીતે પરસ્પર મારપીટ કર્યા કરે છે. આ ઉપરાંત તાડન-પીડન, આકંદન અને ક્રોધ પણું બતાવ્યા કરે છે.
(૩) પરમાધામીકૃત વેદના–આ ત્રીજી વેદના પ્રથમની ત્રણ નરક સુધી જ હોય છે. પરમાધામી એક પ્રકારના અસુર દેવ છે. પણ સ્વભાવે કુર, કુતુહળી, અને પાપરત હોય છે. આમ હોવાથી અન્ય છોને સંતાપી, પ્રહાર કરી, દુઃખી જોઈ તેઓ આનંદ પામે છે. આ અસુરોને સુખસામગ્રી હોવા છતાં, કર્મથી પ્રેરિત થઈ તેઓ પાપારંભ કરી ખુશી થાય છે. ઉપરોક્ત ત્રણે પ્રકારની વેદના ગમે તેટલી તીવ્ર હોવા છતાં પણ નારકજીવોને ભોગવવી પડે છે કેમકે તેમનું આયુષ્ય અનપવર્તનીય હોવાથી તૂટી શકતું નથી, તેમજ ત્યાં તેમને કેઈનું શરણું પણ નથી. તેઓની વિક્રિયા પણ અશુભતર હોય છે. તેમ હોવાથી શુભ કરવાની ઈચ્છા કરતાં છતાં અશુભ વિક્રિયાજ થાય છે, અને તેથી દુઃખી થઈ તેને ઈલાજ કરવા જતાં તે
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com