________________
વીર–પ્રવચન
[ ૧૯૧
છે. તે ગોળાકારે છે. એકરાજ પ્રમાણની તેની પહેળામાં, તેમજ તેજ રાજપ્રમાણુ ઉર્વ અને અધોલેકની પહોળાઈમાં માત્ર સ્થાવર અને ત્રસ જીવોને વાસ છે, અને તે ઉપરની અધે અને ઉર્ધ્વકની પહેળાઈમાં માત્ર સ્થાવર જીવોને જ વાસ છે, એટલે કે ત્રસ જીવોને રહેવાનું સ્થાન જે ત્રસનાડી છે તે એક રાજ પ્રમાણુ પહોળી અને ચૌદરાજ પ્રમાણે લાંબી છે. આ પ્રમાણે ત્રિલેક કે ચૌદ રાજલેકનું સ્વરૂપ છે. તેની બહાર અલેક છે; જ્યાં માત્ર આકાશ છે પણ છવાને વાસ નથી. એ જોતાં બધી પૃથ્વીઓ સમવ્હેણુએ એટલે એક સપાટી પર નથી પણ ચૌદમાળના ઘર જેવી છે. વળી તેમાંના રાજનું પ્રમાણ ઓછુંવનું છે. તેના ચોકસ આંકડા નથી. અલોકની નારક પૃથ્વીઓ લંબાઈ પહોળાઈમાં સરખી નથી. ઉપરની પૃથ્વી કરતાં નીચેની પૃથ્વી પૃથુતરા (વધારે પહોળાઈ વાળી) છે; વળી તે એક બીજાને અડકેલી પણ નથી કેમકે તેની વચ્ચે ઘનોદધિ, ઘનવાત તનવાત અને આકાશ અનુક્રમે રહેલાં છે. અલેક નવસે જન ન્યુન સાતરાજ પ્રમાણ છે તેમાં રત્નપ્રભાદિ સાત પૃથ્વી ઉપર કરતાં નીચે અધિક વિસ્તારવાળી છે. પહેલાઈમાં અસંખ્યાત જન છે અને લંબાઈ વા ઉંચાઈનોક્રમ એકલાખ એંશી હજાર, એકલાખ બત્રીસ હજાર, એકલાખ અઠાવીશ હજાર, એકલાખ વીશ હજાર, એક લાખ અઢારહજાર,એકલાખ સોળહજાર, એકલાખને આઠહજાર એજન પહેલીથી સાતમી સુધી છે. તે દરેકની નીચે વીસ હજાર યોજન સુધી ઘનોદધિ છે, તે પછી ઘનવાત ને તનવાતના (દરેકના) સાત સાત વલય કે કુંડાળા છે અને તેની નીચે આકાશ છે. નારક જીવને વાસ તો માત્ર તેમાંની ત્રસનાડી કે જે એકરાજ પ્રમાણે પહેળી છે તેમાંજ છે. દરેક પૃથ્વીના નામ પ્રમાણે ગુણ છે. દાખલા તરીકે પહેલીનું નામ રત્નપ્રભા છે તે તે રત્નપ્રધાન છે. બીજી કંકર, ત્રીજી રેતી, ચોથી કાદવ, પાંચમી ધુમાડા, છઠી અંધકાર, અને સાતમી ઘર અંધકાર વાળી છે. રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે. સૌથી ઉપરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com