________________
'૧૮૪]
વીર-પ્રવચન
સરખા છે. ઉભયમાં જેમ ગુણ અને ફળ સબંધી ભિન્નતા રહેલી છે તેમ ધર્મોમાં પણ તેની તરમતા છે જ. એમાં પરંપરાને કે બંધા ખરા” ને મહત્વ નજ આપી શકાય. સારાસારની તુલના કરી સત્યગ્રહણવૃત્તિને જ અગ્રત્વ ને શ્રેષ્ઠત્વ આપવું ઘટે.
કર્મ બંધન કેવી રીતે થાય છે અથવા તે કર્મ પરંપરાને વિસ્તાર કેવી રીતે વધે છે એ વિચારતાં ઉપરના ચાર કારણો મુખ્ય રીતે ભાગ ભજવી રહેલા દષ્ટિગોચર થાય છે; પણ એની ચોક્કસતા જાણવા ખાતર ચૌદ પ્રકારની દશાઓ જ્ઞાનીઓએ દેખાડેલી છે, એના પરથી એ સબંધી સ્પષ્ટ ખ્યાલ આવે તેમ છે. એને ગુણસ્થાનક કહેવામાં આવે છે.
ગુણ=સત લક્ષણની ખીલવણું અથવા તે આત્માના સાચા સ્વભાવનું પ્રગટનઃ સ્થાનક=દશા કે સ્થિતિ અગર પગથીયું કે ઠેકાણું. . એ ચૌદસ્થાનને નિમ્નલિખિત ચાર રીતે વહેંચી દેતાં વરતુનું સહજ ભાન થઈ શકે છે. (૧) મિથ્યાત્વ આદિજ્યાં ચારે પ્રકારના કર્મબંધ કામ કરે તે મિથ્યાત્વ દશા, (૨) જ્યાં અવિરતીપણું, કષાય અને યોગરૂપત્રણ પ્રકારનાં કર્મબંધ કામ કરે તે અવિરતિ દશા. (૩) જ્યાં માત્ર કષાય અને યોગનું જ પ્રવર્તન નજરે આવે છે તે કષાય દશા. (૪) જ્યાં કેવળ યોગનું જ સામ્રાજ્ય વતે છે તે યોગ દશા. ચૌદમાં પ્રથમ પહેલા વિભાગમાં આવે છે, બીજાથી છઠ્ઠા સુધી બીજે વિભાગ, સાતથી બાર સુધી ત્રીજે વિભાગ અને તેર ચૌદને ચોથે. ગુણસ્થાનની ગણત્રી ક્રમાનુસારિણી નથી એટલે કે એક વાર પહેલેથી ક્રમ પ્રમાણે ચોથા સુધી ચઢી આવનાર પાછો પહેલે ન જ જાય એમ નથી. એનું ધોરણ ન્યાયના નિયમ અનુસારે આત્મિક અધ્યવસાય ઉપર અવલંબે છે. પ્રાત:કાળે જે વ્યકિત એથે ગુણસ્થાનકે વર્તાતી હોય તે મધ્યાહે અધ્યવસાયના પરિવર્તનથી પહેલે પણ આવી જાય. પ્રાતઃકાળથી મધ્યાહ સુધીને કાળ એ તે ઉદાહરણ રૂપે છે બાકી ભાવોનું પલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com