________________
વીર-પ્રવચન
૧૮૩
ચંચળતાઓને પૂર્વે કહી ગયા તે ત્રણ શરીર સાથે યોગ કરવાથી ત્રણ ભેદ મળી કુલ સાત. આમ સત્તાવન કારણે કર્મવૃદ્ધિમાં જોડા- : યેલા છે. એને દૂર કરવાને ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ મિથ્યાત્વ ત્યારબાદ અવિરતિ પછી કષાયો અને અંતમાં વેગ. આ અનુક્રમ ધ્યાનમાં રાખ્યા સિવાય કાર્યસિદ્ધિ નથી જ થતી. જ્યાં મિથ્યાત્વનું અસ્તિત્વ છે ત્યાં પાછળના ત્રણને સદ્દભાવ અવસ્થંભાવી છે તેથી શરૂઆત એ મિથ્યાત્વને ધ્વંશ કરવાથી કરવાની છે. તેના પ્રરૂપણ, પ્રવર્તાના, પરિણામ અને પ્રદેશમિથ્યાત્વરૂપ ચાર ભેદ પણ છે. વળી કે ધર્મને અધર્મ કહેવારૂપ દશ પ્રકાર પણ છે. નિમ્ન લિખિત છ ભેદ પણ તેના જ છે. (૧) રાગદ્વેષ ને મહાદિક મહા દોષોથી પરાજિત હરિહરબ્રહ્માદિકને મહાદેવ તરિકે માનવા પૂજવા તે લૌકિક મિથ્યાત્વ. (૨) ગુરૂ તરિકેના ગુણ વગરના અન્ય દર્શની બાવા સન્યાસીઓને ગુરૂ તરીકે માનવા તે લૌકિક ગુરૂગત મિથ્યાત્વ. (૩) હળી, બળેવ પ્રમુખ લૌકિક પ કરવા તે લૌકિક પર્વગત મિથ્યાત્વ. (૪) સર્વથા . દેષરહિત એવા વીતરાગ પ્રભુની પુત્રાદિની પ્રાપ્તિ પ્રમુખ આશાએ માનતા કરવી તે લત્તર દેવગત મિથ્યાત્વ. (૫) પરિગ્રહધારીને ભ્રષ્ટાચારી પાસસ્થાદિક જેન વેશધારી સાધુને ગુણરહિત છતાં લૌકિક સ્વાર્થ સાધવાની દ્રષ્ટિથી ગુરબુદ્ધિએ માનવા પૂજવા તે લેકર ગુરૂગત મિથ્યાત્વ. (૬) આઠમ પાખી પ્રમુખ લકત્તા પર્વને અલેક સંબંધી ક્ષણિક સુખ અર્થે આરાધવા કે માનવા તે લેકેત્તર પૂર્વગત મિથ્યાત્વ આમાં દ્રષ્ટિબિંદુ પ્રતિ ખાસ નજર દેવાની છે. મિથ્યાત્વ સર્વ દુઃખના કંદરૂપ છે. કેટલાકને આમાં (Tolerence) સર્વ ધર્મપ્રતિ ઉદારતાને અભાવ દેખાશે; પણ વિચાર કરતાં એ શંસય નષ્ટ થાય તેમ છે. તત્વદ્રષ્ટિથી ખરા ખેટાને તેલ કરવો એમાં ધર્માધતા જેવું છેજ નહિં; સર્વ ધર્મ પ્રતિ માન ધરાવવું એ જૂદી વસ્તુ છે. આમ્રવૃક્ષને નિબવૃક્ષ એમ ઉભયવૃક્ષ પ્રત્યે સમભાવ રાખ એને અર્થ એ નથી કે આંબો ને લીમડે ગુણ વિષયમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com