________________
વીર-પ્રવચન
૧૮૧
મુંદૂ ને ઉત્કૃષ્ટિ તેત્રીસ સાગરેપમ. પ્રક્રિયામાં ચાર ભેદ. ૬. નામકર્મની જઘન્યસ્થિતિ ૮ મુહૂર્ત ને ઉત્કૃષ્ટિ વીસ કેડીકેડી સાગરેપમ. બંધ ઉદય, . ઉદીરણામાં ૬૭ ભેદે જ્યારે સત્તામાં ૯૩ વા ૧૦૩ ભેદે હોય છે. ૭. ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ ૮ મુહૂર્ત ને ઉત્કૃષ્ટિ વીસ કડાકડી સાગરેપમ જયારે ૮ અંતરાયની જધન્યસ્થિતિ અંતમુહૂર્ત ને ઉત્કૃષ્ટથી ત્રીસ કેડીકેડી સાગરોપમ છે. ઉભય, પ્રક્રિયામાં અનુક્રમે બે અને પાંચ ભેદે રહે છે. આમ સરવાળે બંધમાં ૧૨૦, ઉદયમાં ૧૨૨, ઉદીરણામાં ૧૨૨ અને સત્તામાં ૧૪૮ કે ૧૫૮ પ્રકૃતિએ હોય છે.
આમ કર્મવિષયિક સ્વરૂપનો ક્રમ જોતાં સહજ જણાય છે કે કર્મ જડ તથા અજીવ હોવા છતાં વિશ્વની નિયામક ગતિમાં મજબૂત પણે અગત્યતા ધરાવનાર પદાર્થ છે. દુનિયામાં અસ્તોદય યાને ચડતી પડતીને જે નિયમ પ્રવર્તી રહેલ છે તેમાં કર્મ પણ એક સમવાય તરિકે મનાય છે. ભિન્ન ભિન્ન દર્શનકારેએ કર્મને જૂદા સ્વરૂપે આલેખેલ દ્રષ્ટિગોચર થાય છે. કોઈ એને પ્રકૃતિરૂપે તે અન્ય વળી ઈશ્વરરૂપે એણે આલેખે, છતાં તત્વતઃ જતાં એનું ચલન સર્વને સ્વીકૃત કરવું જ પડયું છે. વળી એ વિષય કઠીન અને આંટીઘૂંટી ભર્યો છે. જીવો સાથે કર્મને બંધ અનાદિકાળથી છે. જરૂર એમાં નિશેષતા, ન્યૂનતા કે અધિકતા થઈ શકે છે. એનો આધાર આત્માની કરણી અને અંતરગત અધ્યવસાય પર અવલંબે છે. નીચેના કારણે એમાં મુખ્ય ભાગ ભજવતા હોવાથી કર્મબંધના તે નિમિત્તો ગણાય છે.
(૧) મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. ૧ અભિગ્રહિકઃખોટી માન્યતાને બરાબર સમજ્યા વગર વળગી રહેવું તે. ૨. અનાભિગ્રહિક આ ખરું કે તે ખરૂં અથવા બધું ખરું છે એવા સળકઢળકીયા કિંવા અસમજ ભય વિચાર હાવા તે. ૩, અભિનિવેશિક સત્ય સમજ્યા છતાં પણ ખોટી માન્યતાને વળગી રહેવું તે. ૪. સંશયિક=શકાના વમળમાં ઝોલા ખાતા રહેવું તે. દાખલા તરીકે અમુક તપનું આટલું ફળ કહ્યું તે પ્રાપ્ત થશે કે નહિં કિંવા તે સાચું હશે કે જૂઠું ? અનાભો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com