________________
વીર–પ્રવચન
[ ૧૬૩
આ વિશ્વવર્તી તેમજ પરલોક સબંધી સકલ વસ્તુ વિષવિક જ્ઞાન કેમ ધરાવતું નથી ? એને ઉત્તર એજ અપાય કે અનાદિ કાળથી કરૂપ જડ પદાર્થોના આવરણથી જીવ જકડાયેલો હોવાથી એનું જ્ઞાન વાદળાથી ઢંકાયેલા સૂર્ય જેવું છે. જ્યાં લગી વાદળ સદ્દશ કર્યાવરણો દૂર ખસેડાય નહીં ત્યાં લગી જીવને જ્ઞાન ગુણ સફટિક રત્ન સમી નિર્મળતા ધરાવી શકે નહિ. જીવ સાથે કર્મને સબંધ અનાદિ કાળને છે. દાખલા તરિકે ખાણમાં રહેલા સેના સાથે જેમ માટી પાષાણને છે. ઉભયની સરખામણી સાચી છે. સાગની કોઈ મુદત નિશ્ચિત ન હોવાથી અનાદિપણું છે છતાં પ્રયોગ દ્વારા છુટા પાડી શકાય છે. ઈધન અગ્નિ આદિ સાધનો વડે માટી પથ્થરમાંથી જેમ શુદ્ધ કંચનની પ્રાપ્તિ કરી શકાય છે તેમ તપ અનુષ્ઠાન અને ભાવના બળથી આત્માને કર્મ સાથેનો સબંધ સર્વથા નષ્ટ કરી સત સ્વરૂપની સિદ્ધિ સાધી શકાય છે. આવી પૂર્ણ દશા પામનાર જીવો મુક્તિ પામેલાની કક્ષામાં મૂકાય છે. તેઓની ગણના સિદ્ધ તરિકે થાય છે. જીવના મુખ્ય બે પ્રકાર. મુક્ત અને સંસારી સંસારીના સ્થાવર અને ત્રસ રૂપ બીજા બે ભેદે. તેમાં સ્થાવરના પૃથ્વી, જળ, તેજ, વાયુ. વનસ્પતિ રૂપ પાંચ અને ત્રસના દિ. ત્રિ. ચતુર. પંચ. ક્રિય રૂ૫ ચાર પ્રભેદ પડે છે. એમાં વળી પચેંદ્રિયને વિસ્તાર સવિશેષ છે.
સ્થાવર ને માત્ર એક જ ઇંદ્રિય હોય છે અને તે સ્પર્શનામા. ઘર્ષણ છેદન, તાડન, કૂટન વી. થયા છતાં જેનામાં સ્વસ્થાન છોડી અન્યત્ર જવાની શક્તિ નથી યાને સ્થિર રહેવાના સ્વભાવ યુક્ત છે તે સર્વે સ્થાવર. આ સ્થાવર છમાં, બાદર અને સૂક્ષ્મ એવા બે પ્રકાર. સૂક્ષ્મ જીવો એવા તે બારિક હોય છે કે જેને જોવા આપણી ચર્મચક્ષુઓ કામ નથી આવી શક્તી. તે છેવને ફેલાવો ચૌદ રાજલોકમાં યાને નર્કથી માંડી સિદ્ધશિલા પર્યત છે; તેઓને અગ્નિ બાળી શકે નહિ ને પર્વત રોધી શકે નહીં તેમ શસ્ત્ર છેદી શકે પણ નહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com