________________
૧૭૪ ]
વીર-પ્રવચન
સ્વાભાવિક છે. સાદિ અનંત કાળ સુધી ત્યાંજ સ્થિતિ કરે છે. ભગવાન ઉમાસ્વાતિ મહારાજ શ્રી તત્વાર્થસૂત્રમાં સિદ્ધસ્થાનનું વર્ણન આ પ્રમાણે આપે છે.
मनोज्ञा सुरभिस्तन्वी पुण्या परमभासुरा । प्राग्भारा नाम वसुधा लोकमूर्ध्नि व्यवस्थिता ॥ नृक्षेत्र तुल्यविष्कम्भा सितच्छात्रनिभा शुभा । उर्ध्वं तस्याः क्षितेः सिद्धा लोकान्ते समवस्थिताः ॥
ભાવાર્થ–ચૌદ રાજલોકના શિરેભાગે મને સુરભિ પવિત્ર સુંદરાકૃતિવાળી અને ઉત્કૃષ્ટ તેજસ્વી એવી પ્રામ્ભારા નામની પૃથ્વી છે જે સિદ્ધ શિલા કહેવાય છે. તે સ્ફટિક રત્નમય છે અને ઉઘાડી છત્રીના આકારે નરક્ષેત્ર સરખા પીસ્તાલીશ લાખ એજનના પ્રમાણવાળી છે. જેના ઉપર સિદ્ધના છેવો રહેલા છે. તેમને દ્રવ્ય પ્રાણ તે હેાય જ નહિ પણ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સુખ અને અનંત વીરૂપ ભાવે પ્રાણ હેય છે. આ સિવાય આત્મિક એશ્વર્ય ન વર્ણવી શકાય તેવું હોય છે. એ આત્મિક સૌખ્યના અનંતમે ભાગે પણ માનવકના ઉત્કૃષ્ટા સુખે કે સ્વર્ગલેના ઐશ્વ આવી શકતા નથી. એકવાર કર્મને છેહ કરી નિષ્કમાં બનનાર પરમ આત્મા પુનઃ કોઈ પણ સંગેમાં અવતાર ધરનાર કે કર્મ કરનાર નથી બનતે. એકવાર ફીરમાંથી કહાડેલું આજ્ય (માખણ) જેમ ફરીથી ક્ષીરપણાને નથી પામી શકતું તેમ અથવા તે રહેંદ્ર વા રસાયણિક પ્રયોગથી શુદ્ધ કરવામાં આવેલી ધાતુઓ જેમ ફરીથી પહેલાની દશાને પ્રાપ્ત કરી શકતી નથી તેમ અહીં પણ સમજવું, મૂકાયા પછી પુનઃ બંધ ન થાય તે જ મૂકાયાનું ફળિતાથ છે. કહ્યું છે કે –
दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नांकुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवांकुरः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com