________________
૧૭૬ ]
વીર-પ્રવચન
મુક્તિના અનાદિપણુને લઈ મુક્તિ સ્થાન પણ અનાદિ થવાથી જૈન પ્રવચનમાં ઈશ્વરનું અનાદિત સરળતાથી સિદ્ધ થઈ શકે છે અને મુક્તિના અનાદિ સિદ્ધત્વથી સંસારનું પણ અનાદિત્વ સરલ પ્રકારે સિદ્ધ બને છે. વિશેષમાં ઈશ્વર વીતરાગ હોવાથી ઉપકાર કે અપકાર કરવાના સ્વભાવશીલ નથી હોતા. તેથી આવી તરખડમાં તેઓ પડે પણ નહીં તેમ પાડવા ઉચિત પણ નથી. જરૂર તેમની ઉપાસના-સેવા પરમ આવશ્યક છે; કારણ કે શુદ્ધ આલંબન વડે મનની શુદ્ધિ જલ્દી થતાં સર્વાર્થની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે “જેવું આલંબન હોય છે, તેવો જ મનમાં સંકલ્પ ધારણું યા વિચાર જન્મ પામે છે.” જુઓ અગ્નિસેવન કરનારની શતરૂપ પીડા નાશ પમાડવામાં સાધન રૂપ જેમ અગ્નિસેવન છે તેમ રાગદ્વેષરૂપ ભવપીડા જડમૂળથી છેદી નાંખવામાં કારણરૂપ તેને છેદન કરનાર એવા વીતરાગ પરમાત્માની સેવા જ છે.
અહંન્તનો આ તે મૂળ મંત્ર જ છે-“સભા નિચે કરીને સ્યાદવાદ મુદ્રાથી અંકિત છે” કેમકે તે વિના વસ્તસ્વરૂપની અનુપપત્તિ થાય છે. માત્ર સ્વાવાદ જ સાપેક્ષપણુએ કરીને એક ધર્મમાં સત - અસત, નિત્ય-અનિત્ય, આદિ અનેક ધર્મ સ્વીકારી શકે છે. જેમકે સર્વમાં સ્વવતુરૂપે સતપણું રહેલ છે અને પરવતુરૂપે અસતપણું છે. દાખલા તરિકે--કટક-કુંડલાદિ પર્યાય વડે અનિત્ય છે એવું સુવર્ણ મૃતિકરૂપે મૂળ દ્રવ્ય વડે નિત્ય છે એમ સર્વની પ્રતિતિમાં આવી શકે છે. આજ તત્વને પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિ મહારાજે “અનેકાંત
જ્યપતાકામાં બહુ વિસ્તારથી ચર્ચાને સમજાવ્યું છે. તત્વનું આ કરતાં પણ વિસ્તૃત સ્વરૂપ કર્મગ્રંથ, તત્વાર્થ સૂત્ર, લેક પ્રકાશ, વિશેષાવશ્યક આદિ ઘણુ ગ્રંથમાં છે, અહીં તે સંક્ષિપ્તમાં માત્ર વાનકી રૂપે વાત કરવામાં આવી છે. આમ નવતત્વ સંબંધી સામાન્ય નૈધ શ્રી વિજ્યધર્મસૂરિ કૃત સંસ્કૃત ‘જેન તત્વ જ્ઞાનમ’ નામના લઘુ પુસ્તક ઉપરથી તારવવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com