________________
વીર-પ્રવચન
[ ૧૨૭ -
શ્વાસેાશ્વાસની ક્રિયા ચાલુ જ હૈાય છે. જો મૂળીયાને માટી વિગેરેથી રહિત કરી દેવાય તે તરત અ ક્રિયાને ધક્કો પહેાંચતાં રસની ગતિ રાધાઈ જાય છે અને વૃક્ષ સુકાવા માંડે છે. વળી મનુષ્યોની માફક વૃક્ષાને પણ દાહની ઉત્પત્તિ–સકાચ વિકાસ આદિ સંજ્ઞાએ થાય છે જે તેનામાં રહેલ ચૈતન્યની સાક્ષી પુરે છે. આહાર, ભય, મૈથુન અને. નિદ્રા રૂપ સત્તાને વનસ્પતિ કાયમાં સાક્ષાત્કાર થાય છે; તેથી પણ તેનામાં જીવ છે એ વાતની સિદ્ધિ થાય છે, કેટલાક વૃક્ષેા લલનાના પાદ સ્પર્શીથી પ્રડુલ્લિત થાય છે. કેટલીક વેલડીએ અમુક જાતિના વૃક્ષોને વિંટળાઇનેજ જીવી શકે છે. કેટલાક વૃક્ષ જાણું રૂદન ન કરતાં હાય એવા અવાજ કરે છે. આ બધું સંજ્ઞા હેાવાની ' પાદપૂર્તિ જ કરે છે. વળી વિજ્ઞાનશાસ્ત્રી શ્રી જગદીશચંદ્ર ખેાઝે પ્રયાગ દ્વારા .
<
ચેતનત્વ પુરવાર કર્યું છે.
થવા
પૃથ્વીકાય યાને માટી પાષાણના જીવામાં વનસ્પતિ જેવું પ્રત્યક્ષ જીવત્વ ન જણાય તાં વિક્રમ ( પરવાળાં ) શિલા આદિને છેદ્યા છતાં પુનઃ તેજ સ્થાને અધુરાની માફક વૃદ્ધિ પામતા દેખાય છે એ વાત શું સુચવે છે ? અપકાયમાં પરપોટા થવા, ધુધુ અવાજ એ બધી ક્રિયા તેમજ ગતિલક્ષણ વાદળાના વિકારા એકત્ર થઈ પડવાપણું એ બધી આત્માની નિશાની છે, તેજસ્કાય—જેમ મનુષ્યને આહાર મળતાં તેના અંગમાં પુષ્ટિ થતી તેમજ વિકારે ઉદ્ભવતા માલમ પડે છે, તેમ લાકડા શ્રી આદિ પદાર્થોના ક્ષેપણ કરવાથી વૃદ્ધિ થતી અનુભવાય છે અને તેના અભાવે નિસ્તેજ પણું દ્રષ્ટિગાયર થાય છે. તેમજ જ્વાળામુખી પહાડાના ઉપદ્રવોથી અગ્નિમાં આત્મત્વ સમજાય તેવું છે. વાયુકાય પણ સચેતન છે કેમકે અન્ય વડે ગ્રેરણા કરાયા છતાં પણ ગાયની માફક તિરછી ગતિવાળા વાય છે. વળી ધરતીકંપમાં જેમ ધરતીનેા ધુજારા જાણીતેા છે. તેમ માટા તફાનામાં વાયુ વટાળ કેવે! ભાગ ભજવે છે એ પણ જાણીતુંજ છે. આ રીતે આગમજ્ઞાનથી તેમજ પ્રમાણુથી જીવપણુ નિહાળી શકાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com