________________
વીર-પ્રવચન
[ ૧૭૧.
રમણ સમુદ્ર છે. કાળદધિ સમુદ્ર પછી પુષ્કરવરદિપને અર્ધ ભાગ કે
જ્યાં ગોળાકારે માનુષેત્તર પર્વત વાડની માફક વિંટાયેલે છે ત્યાં લગી જ માનવીની વસ્તીને સદ્ભાવ છે, એની બહાર માનવીના નથી તે જન્મ કે નથી તે મરણ. અઢીદ્વિપની મર્યાદા પણ ત્યાં લગીની છે. ઉક્ત નરક્ષેત્રનું પ્રમાણ પીસ્તાલીશ લાખ જનનું છે.
પુદ્ગલ-સ્પર્શ–રસ–ગંધ અને વણે કરી યુક્ત હોય છે. તે બે પ્રકારના–અણુ-પરમાણુ અને સ્કંધ-પ્રદેશાદિરૂપ. સ્કંધથી જુદા પડેલા અબદ્ધ અને પ્રદેશ વગરના પરમાણુ કહેવાય છે. જેમાં બે પ્રદેશથી લઈ સંખ્યાતા–અસંખ્યાતા અને અનંતા પ્રદેશ હોય છે તેટલા પ્રદેશ : સ્કો કહેવાય છે. સ્કંધથી જુદા પડેલા અવિભાજ્ય પ્રદેશને જ પરમાણુ તરિકે ઓળખાય છે અને તેને સંભવ પુદ્ગલાસ્તિકાયમાં જ રહે છે. કેમકે જીવ–ધર્મ–અધર્મ અને આકાશ રૂપ ચાર પદાર્થોના પ્રદેશ અભિન્ન હોવાથી જુદા પડવા પણુંજ નથી. પૃથગ બનેલ પ્રદેશ. એજ પરમાણુ, જેની ગણના દ્રવ્ય તરિકે થાય છે. જીવાદિ પદાર્થોના પ્રદેશે સ્વતંત્ર દ્રવ્ય નથી એટલે પરમાણુપણુ પણ તેમને નથી. પુન્ય એટલે સ્વર્ગાદિ પ્રશસ્ત ફળ સંપાદન કરાવી આપવાની જેમાં શક્તિ, છે એવી છવ વડે ઉત્પન્ન કરાયેલી પ્રશસ્ત કર્મવર્ગણા; અથવા તો સુખાનુભવ કરાવનાર કર્મ. પાપ એટલે અપ્રસ્ત કર્મવગણ અથવા તે દુઃખનુભવ કરાવનાર કર્મ. આશ્રવ એટલે શુભાશુભ કર્મોનું આવવા પણું, કર્મોનું ગ્રહણ મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગ રૂપ ચાર માગે થાય છે. મિથ્યાત્વ એટલે વસ્તુસ્વરૂપને વિપરીત રીતે ભાસ થ. દાખલા તરિકે જીવને અજીવ માન. સત્યને અસત્ય માનવું. અવિરતિ એટલે કોઈપણ જાતના પચ્ચખાણ વા મર્યાદાને અભાવહિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ જેવા આરંભના કાર્યોમાંથી અલ્પાંશે યા સવિશે પાછા વળવાના નિયમોનું ન લેવાપણું, ક્રોધ, માન, માયા અને લેભ રૂપ કષાય ચેકડી તે સુપ્રસિદ્ધજ છે. મન, વચન અને કાયાના વ્યાપાર ( વિચારો કે પ્રવર્તન ) એનું નામ જ યોગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com