________________
૧૬૨ ]
વીર-પ્રવચન તાવિક વિભાગ
શ્રીમાન હરિભદ્રસૂરીશ્વર પિતાના “દર્શન સમુચ્ચય” નામા ગ્રંથમાં નિમ્નલિખિત દર્શને જણાવે છે ૧. જેન, ૨ બૌદ્ધ, ૩ નૈયાયિક, ૪ સાંખ્ય, ૫ વૈશેષિક અને ૬ જેમિની. અત્રે માત્ર જૈન દર્શનના ત સંબંધી વિચારીશું. ઉક્ત જૈન દર્શન એવા આત પુરૂષો દ્વારા પ્રરૂપાયેલું છે કે સામાન્યતઃ શંકા ધરવા પણું રહેતું જ નથી. એ આસ પુરૂષો સબધે અગાઉ આપણે સારી રીતે જાણી ચુક્યા હોવાથી વિસ્તાર ન કરતા મૂળ મુદ્દા પર આવીએ. રાગ, દ્વેષાદિ આંતર રિપુઓ પર સંપૂર્ણ વિજય મેળવનાર જિનેશ્વરે દ્વારા જેની રચના થઈ હોવાથી આ દર્શનનું નામ જૈન દર્શન’ સુપ્રસિદ્ધ છે. આમ છતાં “અહપ્રવચન” “ચાદ્દવાદ માર્ગ' અથવા તે
અનેકાંત મત” આદિ તેના બીજા પણ નામ છે, જેના દર્શનમાંની જે કેટલીક જાણવા જેવી અને જેના સબંધમાં ઈતર દર્શનમાં નહિ જેવું આલેખન કરાયેલું હોય છે એવી બાબતોમાંની એક બાબત તે નવતત્વ વિચારણા” છે. મુખ્ય તે જીવ અને અજીવ ” અથવા તે “આત્મા અને કર્મ' કિવા soul and matter રૂ૫ બેજ તો છે. તેમાં પણ “જીવ’ જૂદા જૂદા સયંગમાં પુન્ય–પાપ રૂપ આશ્રવમાંથી પસાર થઈ સંવર-નિર્જરાને આશ્રય લઈ, “બંધ” પર કાયમને કાપ મેલી અર્થાત અજીવ એવા કાર્મિક આવરણને સદાને માટે ખંખેરી નાંખી “મેક્ષ'ની સાધના કરતે હોવાથી એ સર્વેને યથાર્થ રીતે સમજવા સારૂ પૂર્વાચાર્યોએ નવ તત્વને ક્રમ યોજ્યો છે. ૧ જીવ, ૨ અજીવ, ૩ પુન્ય, ૪ પાપ, ૧ આશ્રવ, ૬ સંવર, ૭ નિર્જરા, ૮ બંધ, ૯ મેક્ષ. ૧ જીવ સ્વરૂપ-ચેતના લક્ષણ સહિત પદાર્થ તે છવા જ્ઞાનાદિ છ ઉપગનું હોવાપણું જેમાં છે તે જીવ. આમ જ્યાં જ્યાં ચૈતન્યને સદ્દભાવ ત્યાં ત્યાં જીવત્વને સંભવ અવયમેવ હેયજ. જ્યાં ચેતના નથી ત્યાં જીવિતપણું નથી એટલે માત્ર જવ છે. જ્ઞાનને જીવપણાનું લક્ષણ બાંધતાં કદાચ એવો પ્રશ્ન ઉઠે કે-જીવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com