________________
વીર-પ્રવચન
(
[ ૧૬૧
મહારાજ પણ તે કટિમાં આવી શકે. આવા તે બીજા કેટલાયે હશે કે જેમના નામે પણ આપણને શ્રવણ ચર ભાગ્યેજ થયા હશે. એ સર્વને આપણું હાર્દિકે પ્રણામ હે એજ અભ્યર્થના
ધર્મોન્નતિને મુખ્ય આધાર આ ગુરૂવિભાગ પરજ અવલંબે છે; કેમકે તેઓ સંસારી વિલાસની સાંકડી વાટ વટાવી ઘણે દૂર પહોંચી ચુકેલા હોય છે. વળી ઉપદેશ દ્વારા અપાતી શિક્ષાને પોતીકા જીવનમાં આચરી દેખાડી સચેટ છાપ પાડવાની અનુપમ પ્રતિભા તેઓ ધરાવે છે. તેમની વાણીથી હજારે નહિ બલ્ક લાખે મનુષ્યના અંતર પલટાઈ જઈ આત્મકલ્યાણના પથે પળતા વિલંબ લાગતા નથી. તેમને નિસ્વાર્થ ઉપદેશ શ્રવણ કરી કેટલાય આત્માઓ વીતરાગ ભાષિત ધર્મનું અનુપમ પાથેય (ભાથુ) ગ્રહણ કરે છે. દેવવિભાગના ઉમદા અને ઉદાર તો એમાં સમાયેલા અણુમૂલા રહસ્ય સહિત સમજાવનાર આ વર્ગ અતિ મહત્વને હોય તેમાં શી નવાઈ? આ વર્ગના પ્રભાવ, જ્ઞાનવૈભવ, અને અંતરની વિશાળતા ઉપરજ વીરધર્મની ચડતીનો યાને જવલંત પ્રગતિને આધાર અવલંખ્યો છે. તેઓ આત્મકલ્યાણની સાધના સાથે પરમાર્થની લ્હાણ કરતાં થકા શ્રી જિન શાસનની અનુપમ સેવા બજાવે છે. “સવિ છવ કરું શાસન રસી” એ વાક્યની–પ્રભુશ્રીના એ ટંકશાળી વચનની–અરે જૈન ધર્મની એ વિશાલ ભાવવાની–સિદ્ધિ પણ એ માર્ગમાં સંભવે છે. ઉપદેશ દ્વારા અને સાહિત્ય રચનાથી આજે તેઓ ઈતિહાસના પાના પર અમર થઈ ગયા છે. તેઓની વિલક્ષણ કૃતિઓ, તેમની અવૃટ પરોપકાર વૃત્તિની સાક્ષી પૂરે છે. આવો મહદ્ ઉપકાર કેમ વિસરી શકાય ? પ્રભુ વચન છે કે છેલ્લા દુપસહસૂરિ સુધી શ્રી વીરશાસન વિજયવંત છે એટલે હજુ ઘણું ઘણું મહાન પુરૂષો થવાના. તેમને હૃદયના વંદન હૈ. “ગુરૂ દી ગુરૂ દેવતા” એ ઉક્તિ રહસ્યમયી છે એનું આજે ભાન થાય છે. ગુરૂ સમુદાય વિના શ્રાદ્ધગણને જ્ઞાનના મીઠાં ઝરણું કયાંથી મળવાના હતાં !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com