________________
વીર-પ્રવચન
૧૫૩
સની સંગ્રામસિંહ મૂળ ગુજરાત દેશના વઢીઆર પ્રદેશને વતની. એક વેળા માતા, સ્ત્રી સહિત માળવદેશના માંડવગઢ નગરે આવ્યો. તે વેળા રાજ્યસને ગ્યાસુદીન હતે. પુરદ્વારમાં પ્રવેશતાં ડાબી બાજુપર મણિધરને ફણ સહિત જે. જેની ફણા પર દુર્ગા (કાળી ચકલી) બેસી હર્ષ કરી રહેલી નિરખી આશ્ચર્યથી સહકુટુંબ ઉભો રહ્યો. માતાનું નામ દેવા. સ્ત્રીનું નામ તેજા અને પુત્રીનું નામ હાંસી હતું. એ ઉભો તેટલામાં એક શકુનના જાણુ પુરૂષે તેનું ધ્યાન ખેંચ્યું કે શકુન ઘણાજ સારા છે માટે થંભ્યા વગર આગળ વધ. ન થે હોત તે અવશ્ય રાજા થાત છતાં હજુ પણ માર્ગ કાપ એટલે અવશ્ય રાજ્યને કોઈ મેટે અધિકારી થઈશ. સંગ્રામ હર્ષિતવદને આગળ વધ્યો, ને દરબારગઢ નજીક એક મકાન રાખી રહ્યો. નાના પ્રકારને વેપાર શરૂ કર્યો. વ્યવસાય મારક્ત યાસુદીન રાજવી સાથેનો સંબંધ વૃદ્ધિગત થતો રહ્યો. એક વેળા ઉષ્ણકાળમાં સુબા સાથે વૃક્ષવાટિકામાં વિશ્રામ કર્યો. અચનાક સુબાની દ્રષ્ટિ ફળ વિહુર્ણ આમ્રવૃક્ષ પર પડી. રખેવાળને એ સબંધમાં પૂછતાં જાણવામાં આવ્યું કે તે વાંઝિયું છે. શભામાં ઉણપ આવતી દૂર કરવા સારૂ એને જડમૂળથી ઉખેડી નાખવાને હુકમ અપાય. સંગ્રામસિંહને આ વાત ન રૂચી. મનહર આમ્રવૃક્ષનો ઉચ્છેદ એને સાલ્યો. મનમાં કંઈક વિચારી રૂપવાન બનાવવાની પિોતે હામ ભીંડી. સુબાએ પણ સંગ્રામની વાત કબુલ રાખી. બીજા જ દિવસથી સંગ્રામે ધુપ નૈવેદ્ય કર્યું. અલ્પકાળમાં જ આ વિધાનની અસર થવા માંડી. વૃક્ષમાં પૂર્વભવની દ્રવ્યમૂછથી નિવાસ : કરી રહેલ યક્ષ પ્રસન્ન થયા અને વરદાન માગવા જણાવ્યું સંગ્રામને આંબે ફળવાન બનાવવા હતા હતા એટલે એમાં આડે આવતે ધનનિધિ યક્ષે એના મૂળમાં રહેલે બતાવ્યો. વળી પિતે પૂર્વભવમાં આ નામા વાંઝિયો વણિક હતા અને ધનપરની મૂછથી આ નિધિની
અદ્યાપિ કાળ સુધી રક્ષા કરી રહ્યાનું જણાવ્યું. તેની શિક્ષા અનુસાર - સંગ્રામે યુક્તિપૂર્વક દ્રવ્યનિધિ કહાડી લઈ તેને બદલે શુદ્ધ માટી પૂરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com