________________
વીર-પ્રવચન
૧૫૪
૪૭. શ્રી સેમિપ્રભસૂરિ–નિત્ય તેઓશ્રી અગીઆર અંગને સૂત્ર તેમજ અર્થ પાઠ કરતા. એમના સમયમાં વૃદ્ધિશાલિક શ્રી રત્નાકરસૂરિ થયા. એકદા વડલી નગરમાં મુકતાફળના પરિગ્રહવાળા એ રત્નાકરસૂરૂિ ચોમાસુ રહ્યા. એક ધોલકાનો પરવાડ વ્યાપારી નામે “રૂનો ધંધાર્થે ત્યાં આવ્યો, સૂરિ પાસેના પરિગ્રહની વાત તેને જાણવામાં આવી. આમ છતાં આચાર્યશ્રીની વિદ્વતાપૂર્ણ ઉપદેશશૈલીથી રંજીત થઈ નિત્યશઃ શાળાએ આવવા લાગે. ગુરૂશ્રીને વાંદી ભોજન કરવાનો નિયમ પણ લીધો. ‘ મૂઢનારું” એ ગાથાનો અર્થ પૂછી પિતાને પરિગ્રહનું સ્વરૂપ યથાર્થ સમજાવવા વિનંતી કરવા લાગ્યો. મહારાજશ્રી પણ જૂદી જૂદી વ્યાખ્યા કરી અર્થ સમજાવવા સતત પ્રયાસ કરવા લાગ્યા. વ્યાપારી ને પણ એક ચિત્તથી સઘળું સાંભળે અને અંતમાં ડોકું ધુણાવે અર્થાત્ સૂચવે કે હજુ બરાબર અર્થ સમજાય નથી. આમ કરતા છ માસ થવા આવ્યા. રૂનાને સ્વગામ પાછા ફરવાનો સમય આવી પુગે. એટલે વિનંતીપૂર્વક મુનિશ્રીને જણાવ્યું કે કાલે અર્થ બરાબર સમજાવજે. તેના ગયા બાદ સૂરિને વિચાર આવ્યો કે આટલા દિવસથી પરિગ્રહનું સ્વરૂપ સમજાવતાં છતાં આ રૂનાને કેમ બરાબર સમજ પડતી નથી ? શ્રોતા ઉપદેષ્ટામાં કેની કશુર છે? ઉંડા ઉતરતાં પિતાની પાસે મુક્તાફળ રૂપી પરિગ્રહ યાદ આવ્યો. લાગલે જ નિશ્ચય કરી લીધો કે પાસે પરિગ્રહ રાખીને વ્યાખ્યા કરનાર શુદ્ધ વ્યાખ્યા ન જ કરી શકે. તરત જ તેના ઉપરની મૂછ ઉતારી નાંખી એને પીસાવી છારી દીધા. આમ નિષ્પરિગ્રહી બની ગયા. રૂનો આવ્યો અને જ્યાં વ્યાખ્યાની શરૂઆત થઈ એટલે મુખદ્વારા નિકળતી વાણી સટ રીતે બહિરગદ્દ થવા લાગી. શલ્ય દૂર થવાથી વાણીમાં અવર્ણનીય તેજસ્વિતા આવી રહી હતી. રૂનાએ કહ્યું કે સાહેબ પરિગ્રહનું સાચું સ્વરૂપ આજેજ સમજાયું. શુદ્ધતા વાણીમાં નથી પણ વર્તનમાં છે. કેટલાક સમયે સમપ્રભસૂરિ વિચરતાં ચિતડ પધાર્યા. શાહ સમરાશાએ સિદ્ધાચળને સંધ કહાડ. સં. ૧૩ ૭૧ માં પંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com