________________
વીર–પ્રવચન
૧૪
શ્રીમાળી જગડુશાહ સેરઠ દેશના ભરેશ્વર નગરમાં શાહ સોહા અને ભાર્યા બેદીને ત્યાં પુત્રપણે ઉપજેલા. પિતાના અવસાન બાદ દરિતાને લઈ માતા સહિત કુટુંબનું દુઃખથી પિષણ કરવા લાગ્યા. એકદા ત્યાં ધર્મમહેંદ્ર સૂરિ પધારેલા છે. શ્રાવકે એકાદશીનું પ્રતિક્રમણ કરી ચાલ્યા ગયા છતાં જગડુ એક ખૂણામાં સૂઈ રહેલ છે. દરમીઆન આકાશમાંથી એક તારે ખર્યો. શિષ્ય ગુરૂને એ સંબંધી પ્રશ્ન કરતાં જવાબ મલ્યો કે પાંચ વર્ષને લાગ. દુકાળ પડશે. પશ્ચાત જગડુશાહ નામાં એક દાનશાળી ઘણુ જીવોને અભયદાન દેશે. ઘરમાં છુપાયેલ નિધિ શોધી કહાડી ઘીના વેપારથી દ્રવ્ય ઉપાર્જન કરી એ કીર્તિ સંપાદન કરશે, ને શાસન શોભા વધારશે.
સૂતેલા જગડુએ એ સર્વ શ્રવણ કરી ઘેર જઈ ઉદ્યમ આદર્યો. સમુદ્રને વેપાર ખેડી ધન સંપાદન કર્યું. સં. ૧૨૧૧ થી ૧૨૧૫ સુધીમાં ઘણું જીવોને અભયદાન દીધું. શ્રી સિદ્ધાચળ, શ્રી ગિરનાર, થી વેળાકૂલિ, શ્રી નર્મદાતટ અને શ્રી અામેરૂ નામના સ્થળે માં દાનશાળાઓ સ્થાપી. ૪૩. શ્રી સોમપ્રભસૂરિ, ગુરૂભ્રાતા મણિરત્નસૂરિ. વસ્તુપાળ તેજપાળ–
ધોળકા નગરને પોરવાડ આસરાજ પાટણમાં વ્યાપારાર્થે આવી વસેલે. ઉપાશ્રયમાં ભુવનચંદ્રસૂરિ પાસે એકદા વ્યાખ્યાન શ્રવણ કરવા બેઠેલે છે એવામાં શ્રીમાળી જ્ઞાતિના આંબા અને ભાર્યા લક્ષ્મીની પુત્રી કુંવર–જે બાળ વિધવા હતી-ગુરૂને વાંદવા આવી. દેશના દેતાં ગુરૂ પળવાર એકી ટશે જોઈ રહ્યા. આસરાજ આ સ્થિતિ કળી ગયા. દેશના સમાપ્ત થયા બાદ ગુરૂને એનું કારણ પૂછતાં, સરળતાથી તેઓશ્રીએ જણાવ્યું કે એની કુક્ષિએ સૂર્યચંદ્ર સમા તેજસ્વી પુત્રો થશે. તેઓ શાસનની પ્રભાવના કરશે.
આસરાજે ત્યારથી કુંવરદેવી સહ પ્રીતિ જોડવાનો પ્રસંગ પાળે.
૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com