________________
૧૪૪ ]
વીર-પ્રવચન
સં. ૧૨૨૯માં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ સ્વર્ગે ગયા.
શ્રી વૃદ્ધવાદી, સિદ્ધસેનસૂરિ, હરિભદ્રસૂરિ, બપ્પભટરિ, પાદલિપ્તસૂરિ, અયદેવસૂરિ, મલયગિરિ, યશોભદ્રસુરિ અને હેમચંદ્રસૂરિ રૂપ નવયુગપ્રધાન જ્યવંતા વર્તો. સં. ૧૨૩૦ માં ભૂપ કુમારપાળ સ્વર્ગે ગયા. દયા ધર્મ સુવેલડી, રોપી રૂષભ નિણંદ,
શ્રાવક કુલ મંડપ ચડી, સિંચી કુમાર નરિંદ. શ્રી અંચળ ગચ્છની ઉત્પત્તિ-વડગચ્છના શ્રી ઉદોતનસૂરિની પાટે સર્વદવસૂરિ, તથા તેમના લઘુ ગુરૂભાઈ પદેવસૂરિ થયા, જેમની પરંપરામાં જયસિંહ સૂરિ થયા. એકદા આબુની તળેટીમાં આવેલ દત્તાણી ગામમાં વસતા દ્રોણા શેઠના પુત્ર ગોદે સૂરિ પાસે દીક્ષા લીધી. અભ્યાસમાં પ્રગતિ સાધી તે વિદ્વાન તેમજ તપસ્વી બન્યા. ઉપાધ્યાય પદવી સાથે વિજ્યચંદ્ર નામની પ્રાપ્તિ થઈ. ચાર માસી અનશનને અંતે પાવાગિરિ ઉપર દેવી મહાકાળી તેમના પર પ્રસન્ન થઈ મુનિશ્રીનું પારણું યશોધન ભણશાળી ગ્રહ થતાં જ તે ધનવાન થયો. આમ દેવીના સાનિધ્યથી મુનિશ્રીને પ્રભાવ વિસ્તર્યો. તેમને નવી ક્રિયાને નવી સમાચારી ગુરૂની મૂળ સમાચારી લેપ્યા સિવાય આદરી. જયસિંહદેવના રાજ્યકાળ ૧૭૦ બેલની પરૂણપણ કરી શ્રી વિધિપક્ષ એવું ગચ્છનું નામ દીધું. એક વેળા એ ગચ્છને એક શ્રાવક અણહિલપુર પાટણમાં આવેલ ત્યારે શ્રી હેમચંદ્રસૂરિને ઉપાશ્રયે વાંદવા આવ્યો. તે વેળા વસ્ત્રને છેડે આડે રાખી વાંદવા લાગ્યો. આ વેળા ત્યાં પધારેલા કુમારપાળ ભૂપને આશ્ચર્ય થવાથી પ્રશ્ન કર્યો. ગુરૂએ જણાવ્યું કે આ વિધિપક્ષને છે એટલે એમ કરે છે. રાજાએ એનું સંચલિક એવું બીજું નામ દીધું.
વિજયચંદ્રને ગુરૂએ યુરિપદવી આપી. શ્રી આર્ય રક્ષિત નામ દીધું. વિ. સં. ૧૨૩૬ માં તેમનું સ્વર્ગગમન થયું એ રીતે સાઢપૂર્ણિમા ગ૭ પ્રગટ થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com