________________
૧૪૨]
વીર-પ્રવચન
વાદીદેવસૂરિ ગચ્છની મર્યાદાના સંભાળનાર હતા. એક વેળા એવું બન્યું કે આબુ પાસેના જીરાઉલી ગામના ધાંધળશેઠની ગાય સધાકાળે ચરીને ઘેર પાછી ફરે ત્યારે તેનું દૂધ દેહવાઈ ગયેલું હેય. રેજ આમ બનતું જેઈ શેઠે તપાસ કરી તે માલમ પડ્યું કે એક બેરડીની જાળમાં દુધ અકસ્માત જરી જાય છે. આ આશ્ચર્યની તપાસમાં ઉડા ઉતરી ખેદકામ કરતાં પાશ્વનાથની કાળજુની પ્રતિમા નિકળી. અધિષ્ઠાચકના સ્વપ્ન અનુસાર જીરાવલ્લી ગામમાં નવિન પ્રાસાદ નિપજાવી તેમાં શ્રી અજિતદેવ સુરિના હસ્તે પ્રતિષ્ઠિત કરી.
આ સમયે ગુજરાતમાં નાગૅદ્ર ગ૭ના શ્રીદેવેંદ્ર સુરિ, શિષ્ય પરિવાર યુક્ત પધાર્યા. ગુરૂપાસે વીરોને આકર્ષવાની વિદ્યાનું પુસ્તક હતું. એક શિષ્યને એ વાંચવાની લગની લાગી. રાત્રિના સમયે ગુરૂનિદ્રાને વેગ સાધી પુસ્તક લઈ બહારની ચાંદનીમાં જઈ વાંચવા માંડયું. આમ વિદ્યાના આકર્ષણથી બાવન વીર હાજર થયા અને આજ્ઞા માગી ઉભા રહ્યા, હાજર જવાબી શિષ્ય એ સ્થાનમાં જનપ્રસાદને નજીકમાં અભાવ જોઈ પશ્ચિમ દિશામાં આવેલી કાંતીપુરીથી પ્રાસાદ લાવવાની આજ્ઞા આપી. બાવન વીરેએ જણાવ્યું કે પ્રભાતના કૂડ નહીં બેસે ત્યાં લગી અમારી શક્તિ ચાલશે અને એ દરમીઆનમાં જેટલું કાર્ય થશે એટલું કરીશું એમ કહી રવાના થયા. કાંતિપુરીથી શ્રી પાર્શ્વનાથને પ્રાસાદ ઉપાડે અહીં ગુરૂની ચક્ષુ અચાનક ઉઘડી ગઈ અને સર્વ વ્યતિકાર જાણતાં ચક્રેશ્વરીનું આરાધન કરી કારમા અવાજે કૂકડા બેલવવાને હુકમ કર્યો. અવાજ સાંભળતાં પ્રાસાદને છોડી વીર રસ્તે પડ્યા. આ રીતે જે સ્થળે પ્રાસાદ અટક્યો તે સેરિસા નગર હતું. ત્યાં પ્રભુશ્રીની સ્થાપના થઈ.
૪૨. શ્રી વિજયસિંહસૂરિ–તેઓશ્રીની ચારિત્ર પાલનમાં કઢતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com