________________
વીર–પ્રવચન
[ ૧૪૧
.
ઢગલાપર બેસવા કહ્યું, એમ કરતાંજ શેઠની આંખે પણ પેલા કાલસા સુવર્ણ રૂપે દેખાયા. આમ અચાનક લીલાલ્હેર થતાં શેઠે સામદેવને આચાય પદ આપવા પ્રાર્થના કરી. ચેાગ્યતા તા હતીજ તેમાં આ યાગ મલ્યા. મહેાત્સવપૂર્વક સ. ૧૧૬૬ માં દેવચંદ્રે સામદેવને સૂરિપદે સ્થાપી હેમચંદ્ર નામ દીધું. દેવચંદ્રસૂરિના સ્વર્ગે ગમન બાદ શ્રી હેમચંદ્રે સ્વ વિદ્વતાના દર્શનથી અને દેવ સાનિધ્યથી સિદ્ધરાજ યસિંહના દરબારમાં ઉત્કૃષ્ટ સ્થાન મેળવ્યું. તેના આગ્રહથી ‘ સિદ્ધહેમ ’ વ્યાકરણની રચના કીધી. રાજન કુમારપાળને પરમ આત્મ બનાવી. અહિંસા ધર્મના વિજય વાવટા સારા ભારત વર્ષમાં ફરકાવ્યા. રાજ્યમાં બ્રાહ્મણેાનું જોર વિશેષ હતુ તે સ્યાદવાદના આ પ્રખર વિદ્વાનની ઉપદેશ શૈલીથી નરમ પડયું. કુમારપાળ ભૂપાળ ચુસ્ત જેની બન્યા અને એ ભૂપે ગુરૂના ખાધથી નિતિથી પ્રજાનું પાલન કર્યું અને સત્ર અમારી. પ્રવર્તાવી. સૂરિવરે સાહિત્યના દરેક પ્રદેશમાં નવ સર્જન કર્યું. તેઓશ્રીએ પેાતાની કૃતિઓમાં સ્વતંત્રતાથી એટલું તા ઊંડુ અવગાહન કર્યું છે કે આજે પણ એ વિદ્વતાપૂર્ણ શ્રંશા વાંચતાં આત્મા આ મગ્ન થઈ જાય છે. હેમલિંગાનુશાસન, ત્રિષ્ટિશલાકાપુરૂષ ચરિત્ર, યાગશાસ્ત્ર, અહ - ન્નીતિ, પ્રાકૃતવ્યાકરણ આદિ સાડા ત્રણ લાખ શ્લોક પ્રમાણ તેમના લેખ સંચય છે. પ્રાકૃત ભાષાના વ્યાકરણના તે આદ્ય પ્રણેતા મનાય છે. તેમના લખાણમાં એટલી સત્યતા સમાયેલી છે કે તેઓ કળિકાળ સજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ તરિકે સુપ્રસિદ્ધ છે. આ ઉપરાંત ગુજરાતના ઈતિહાસમાં તેમનું અને તેમના શિષ્ય જેવા રાજવી કુમારપાળનુસ્થાન અનેરૂ છે એ સબંધમાં સંખ્યાબંધ કાવ્ય, ચિરા, અને રાસા ઉપલબ્ધ થાય છે. જે વાંચતા જૈન શાસનમાં તેઓ મહાન પ્રભાવક સૂરિ થયા છે એમ કહ્યા સિવાય ચાલતું નથી. તેમના આત્મતેજ આગળ ભલભલા પડતા અને રાજવીએ નમી પડતા ત્યાં સામાન્ય જનતાના બહુ માનતું શું કહેવું! જ્ય હે। શ્રી હેમચંદ્રસુરિને. ૪૧ શ્રી અજિતદેવસૂરિ તેમના લઘુ ગુરૂભ્રાતા સવાદીઓના મુકુટ સમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com