________________
વીર-પ્રવચન
[.૧૩૯
શ્રીની વિદ્વતા એ કાર્યમાં આબેહુબ જણાઈ આવે છે. કેઈ પણ * જાતની ખેંચતાણુ વગર કે સ્વગચ્છની મોટાઈ દેખાડયા વગર ઘણું પરિશ્રમે વિદ્વાનને પણ આશ્ચર્ય ઉપજે એવી વૃત્તિઓ તેમને રચી છે. શ્રી ગોપનગરમાં તેઓશ્રીને સ્વર્ગગમન થયું.
આ પછી કેટલેક કાળે ગુજરાતમાં યવનનું રાજ્ય થયું. તે સમયે સકળ સંઘે મળીને પ્રભાવિક એવા શ્રી સ્વૈભણ પાર્શ્વનાથના નીલવણું બિંબને શ્રી ખંભાયત નગરમાં સ્થાપન ક્ય. જે આજ સુધી સુદ્રપદ્રવ વારક પ્રભાવ વિરાજમાન છે.
શ્રી સિંહ દેવે સ્વનામ સ્મરણાર્થે સિદ્ધપુર નગર વસાવ્યું. જ્યાં અગીયાર માળને રૂદ્રાલય કરાવ્યો. વળી નવમા સુવિધિનાથ પ્રભુને પ્રાસાદ કરાવ્યું. વાવ, કુવા, તળાવ, કુંડ અને વિશ્રામ સ્થાને પણું સંખ્યાબંધ નિપજાવ્યા. અને સ્વ–પર દર્શનેમાં દ્રવ્ય વાપરી સમતેલપણું જાળવ્યું. એમના રાજ્યકાળમાં શામેટિક ગચ્છના ચંદ્રકુળમાં –વજ શાખામાં શ્રી દેવચંદ્રસૂરિના શિષ્ય અતિ પ્રભાવશાળી એવા શ્રી હેમચંદ્રાચાર્ય થયા. તેમનું વૃત્તાંત આ પ્રમાણે-ધંધુકા નગર વાસ્તવ્ય. મોઢ વણિક ચાચીંગના એ પુત્ર. માતાનું નામ ચંગી ઉર્ફે પાહિણું. સંસારી નામ ચંગદેવ. ગુરૂ ઉપદેશ અને સંધ આગ્રહથી બાલ્યાવસ્થામાં જ એ પુત્રને માતા ચંગીએ દેવચંદ્રસૂરિને વહેરાવ્યું. એના લક્ષણે પરથીજ એ કઈ મહાન પ્રભાવશાળી થશે એમ લાગતાં ગુરૂશ્રીએ પાંચમે વર્ષે દિક્ષા આપી એમદેવ નામ રાખ્યું. અધ્યયનમાં મુનિ એમદેવ ઠીક પ્રગતિ કરી રહ્યા. એકદા–ગુરૂ-શિષ્ય કલિંજર પર્વત તરફ કેઈ ઔષધિની શોધમાં જઈ રહ્યા એવામાં માર્ગે શ્રી મલયગિરિજીને ભેટ થશે. આગળ વધતાં કુમારિઆ ગામના તળાવપર વસ્ત્ર ધૂઈ રહેલા બેબીની તરફ નજર ગઈ. વસ્ત્રમાંથી છુટતી ખુસ જોઈ એ કોઈ પવિની સ્ત્રીનું લાગ્યું. તપાસ કરતાં તે ગ્રામવાસી શ્રેષ્ટિ ભાર્યાનું છે એમ ભાળ મળી. મુનિ ત્રિપુટીએ તેજ ગામમાં ચોમાસુ રહેવાનું શેઠના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com