________________
૧૩૮ ].
વીર–પ્રવચન
કૌટિકગચ્છી-ખરતર બિરૂદધારી જીનેશ્વરસૂરિનું આગમન થયું. તેમના ઉપદેશથી બોધ પામેલ રાજપુત્ર સગાએ દિક્ષા લીધી. એજ અભયદેવ. પ્રારંભમાં જ વિગય ષટ ટાગ્યા. અલ્પકાળમાં આખા શરીરે કોઢ રોગે દેખા દીધી. સમતાભાવે સહન કરતા ગુરૂ ગુજરાત ભણું વિચર્યા. દરમીયાન સૂરિપદની પ્રાપ્તિ થઈ હતી. ભાણપુર ગામના સીમાડે વૃક્ષ હેઠળ સુતા હતા તે વેળા અર્ધરાત્રિના સમયે શાસનદેવી પ્રત્યક્ષ થઈ પૂછવા લાગ્યા કે-“સૂરિ. જાગે છે કે ઉધો છો?”
રોગગ્રસ્તને નિદ્રા કયાંથી?” સૂરિએ કહ્યું. દેવીએ સુરિ સામે નવકાકડા ધરી ઉકેલવાનું સુચવી જણાવ્યું કે–“શેઢી સરિતાના તટ ઉપર, પલાસ વૃક્ષની નીચે ચીકણી ભૂમિમાં, નાગાર્જુન નામયોગી દ્વારા સ્વવિદ્યા સિદ્ધ થયા બાદ, ભંડારાયેલી શ્રી સ્થભણપાર્શ્વનાથની ચમત્કારિક મુતિ છે. તેમના સ્તવન-કીર્તન તમારા મુખે થતાં તે પ્રગટ થશે. એમના સ્નાત્ર જળથી તમારો કોઢ રેગ ચાલ્યો જશે, એટલે આ કેકડા ઉકેલવા રૂપ કાર્યને મર્મ તમે અવધારી શકશો.”
- વિચરતાં જંગમ કલ્પવૃક્ષ સમા સુરિજી ઉક્ત સ્થાને આવી પહ
આ. પલાસ ( ખાખરાનું ) વૃક્ષ જડી આવ્યું. જ્યતિહુઅણુ સ્તોત્ર રચતા થકા શ્રી પાર્શ્વનાથની સ્તુતિ કરવા લાગ્યા. “ફણિફણફારકુરત રયણુકર” પદ ઉચ્ચારતાંજ બિંબ પ્રગટ થયું. સંઘે આનંદિત હૈડે વંદન કર્યું. સ્નાત્ર જળથી આચાર્યશ્રીને રેગ અદશ્ય થઈ સુવર્ણ વર્ણ દેહલતા દીપવા લાગી. એજ સ્થળે નગર વસ્યું. નામ સ્થંભણપુર પડયું. નવિન પ્રાસાદમાં ચમત્કારી એવા તે નીલવર્ણ બિંબની સ્થાપના કરવામાં આવી (સં. ૧૧૧૯ ). પાટણ જઈ સુરિ જ્યાં પંચાસરા પાર્શ્વનાથના દર્શને ગયા ત્યાં દેવીદત્ત નવ કેકડા યાદ આવ્યા. એનું રહસ્ય સમજાણું અગીયાર અંગમાંના માત્ર પ્રથમ બેની ટીકા થયેલી જ્યારે નવની બાકી હતી. તરતજ તેઓશ્રીએ ઠાણાંગથી ટીકાની શરૂઆત કરી અને ક્રમશઃ નવે અંગની ટીકા પૂરી કરી તેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com