________________
૧૪૦]
વીર-પ્રવચન
આગ્રહથી નક્કી કર્યું. એકવેળા એ શેઠ દંપતી સન્મુખ વિદ્યાસાધનનું રહસ્ય સમજાવી એમાં તેમની હાય માંગી, શ્રી જિનશાસનની પ્રભાવનાના અથ એ યુગલે સહર્ષ વાત સ્વીકારી, એક શુભ મુર્તે શ્રી રૂષભદેવના પ્રાસાદમાંના ભૂમિગૃહમાં શ્રી દેવચંદ્રસુરિ, શ્રી મલયગિરિ અને શ્રી સોમદેવમુનિ દિગંબર સ્વરૂપમાં કાયોત્સર્ગ મુદ્રામાં ઉભા રહ્યા. સન્મુખ તે પવિની સ્ત્રી નગ્નનપણે ઉભી રહી અને તેણીને સ્વાતી શેઠ હાથમાં ઉઘાડી તલવાર લઈ ખડે થઈ ગયો. શેઠને પહેલાંથી સુચના આપવામાં આવી હતી કે અમે ત્રણ સાધુમાંથી જેનું પણ ધ્યાન
ખ્ખલિત થયું લાગે કિંવા વિકાર યુક્ત દષ્ટિ જણાય તેની ગરદન તમારે વિના સંકોચે ખડગથી જૂદી કરી નાંખવી. આ સંતોની સાહસિક્તા અને ધૈર્ય જોઈ અગીયાર દિને વિદ્યાનો અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થયે અને દરેકને ઈચ્છિત વર માંગવા જણાવ્યું. દેવચંદ્રસૂરિએ બાવન વીર વશ કરવાની, મલયગિારજીએ સિદ્ધાંતની ટીકા રચવાની અને એમદેવે રાજાઓને પ્રતિબેધવાની શક્તિ માગી. દેવ તથાસ્તુ કહી અંતર્ધાન થયો. શેઠને કટિ દ્રવ્યની પ્રાપ્તિ થઈ. મલયગિરિજી માળવા તરફ વિર્યા અને ગ્રંથરચનામાં ઉઘુક્ત થયા, જ્યારે દેવચંદ્રજી ને સોમદેવ રૈવતાચળની યાત્રાએ નિકળ્યા. માર્ગમાં એક વેળા એક વણિકને ત્યાં ગોચરી નિમિત્તે જઈ પહોંચ્યા. પૂર્વે એ વણિક રિદ્ધિ સંપન્ન હતું છતાં દુર્ભાગવશાત અત્યારે રંક દશામાં આવી ગયો હતો. ઘરના ભૂમિગૃહમાં ધન હોવાની શંકાથી સાફ કરાવતાં સેવંતરા (કાલસા) નિકળ્યા જેને ઢગલે ખડકીમાં એક બાજુ કરાવ્યો હતે. ઘણાજ હલકી જાતના અન્નથી માંડમાંડ ઉદર નિર્વાહ ચલાવતે હતે શ્રમણોને પધારેલા જોઈ સામે આવ્યો અને તૈયાર એ કનિષ્ટ પ્રકારને આહાર વહેરાવવા લાગે. સોમચંદ્ર મુનિને આ જોઈ આશ્ચર્ય થયું અને ગુરૂ તરફ દ્રષ્ટિ કરી. બન્યું હતું એમકે તેઓ પેલા કેલસાના ઢગલાને કનકના ઢગ તરિકે દેખતા હતા તેથી શેઠની કંજુસાઈ માટે અચંબે ઉપજ્યા હતા. વણિકને પણ કંઈક અજાયબી ભાસી. ગુરૂજીએ પડદે ખોલ્યો. સોમદેવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com